ભરૂચ

Table of Contents

ભરૂચ જિલ્લાના તાલુકા

ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ

ભરૂચ જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભરૂચ જિલ્લાની રચના કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લા વિશે

તાલુકા

9

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

ભરૂચ

ક્ષેત્રફળ

6,527 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-16

સાક્ષરતા

81.51%

સ્ત્રી સાક્ષરતા

75.09%

પુરુષ સાક્ષરતા

87.45%

વસ્તી

15,50,822

સ્ત્રી વસ્તી

7,44,877

પુરુષ વસ્તી

8,05,945

વસ્તી ગીચતા

238

જાતિ પ્રમાણ

924

નગરપાલિકા

4

ગામડાઓની સંખ્યા

666

ગ્રામ પંચાયત

543

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

5 – (જંબુસર, ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝગડિયા)

ભરૂચ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –    આણંદ,
                          વડોદરા
  • દક્ષિણ    –     સુરત
  • પૂર્વ          –     નર્મદા
  • પશ્ચિમ     –    ખંભાત નો અખાત
Bharuch

ભરૂચ જિલ્લાનો ઇતિહાસ

  • ભૃગુઋષિની તપોભૂમિ તરીકે ઓળખાતું ‘ભૃગુતીર્થ’ એટલે આજનું ભરૂચ.

  • ભારતમાં કાશી બાદ સૌથી જૂની ભૃગુનગરી બલીરાજાના સમયકાળ જેટલી જૂની ગણાય છે. માઁ નર્મદાની ગોદમાં આવેલું ભરૂચ શહેર પોતાનો આગવો ઈતિહાસ ધરાવે છે. ભૃગુઋષિએ પોતાના 18 હજાર શિષ્યો સાથે ભૃગુકચ્છ વસાવ્યું હતું જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના ‘રેવાખંડમાં’ કરાયો છે.

  • પુરાતન કાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતું ભરૂચ ભૃગુઋષિના આગમન બાદ ‘ભૃગુનગર’ તરીકે પ્રસિદ્ધ થયું હતું.

  • જૂના જમાનામાં હજ માટે મક્કા જનાર પ્રવાસીઓ ભરૂચથી જતાં હોવાથી ભરૂચ એ ‘મક્કાના બારા બાબુલ’ તરીકે જાણીતું હતું.

  • તે સમયે ભરૂચ મહત્વનું વ્યાપાર કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. પાલી ભાષામાં લખાયેલાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આ બંદરની સમૃદ્ધતાનો ઉલ્લેખ જોવા મળે છે.

  • મત્સ્ય પુરાણમાં ભરૂચનો ઉલ્લેખ ‘મારું કચ્છ’ તરીકે થયો છે. મહાભારતના સભાપર્વમાં ‘ભૃગુકચ્છ’ નામે ભરૂચનો ઉલ્લેખ જોવા મળે છે. (ભાર્ગવોના વસવાટના લીધે ભૃગુકચ્છ તરીકે ઓળખાયું.)
  • પહેલી સદીમાં ભરૂચમાં રહેનાર સૌપ્રથમ ગ્રીક નાવિક ‘પેરિપ્લસે’ કરેલી નોંધમાં ભરૂચ બંદર ‘બારીગાઝા‘ તરીકે ઓળખાવ્યું છે.

  • ભરૂચમાંથી ગ્રીક શાસક મિનેન્દરના સિક્કા મળી આવ્યાં છે. જેના પરથી કહી શકાય કે અહીં મિનેન્દરનું શાસન હતું. ભરૂચની સમૃદ્ધતા એટલી હતી કે તેને લૂંટવા માટે 17મી સદી સુધીમાં અનેક આક્રમણો થયાં તેમ છતાં ભરૂચ શહેરે પોતાની ગરિમા જાળવી રાખી છે. તેથી એક કહેવત છે કે “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’

  • પ્રસિદ્ધ કવિ, નાટયકાર અને વિવેચક રાજશેખરે દસમી સદીમાં પોતાના ગ્રંથ ‘કાવ્ય મિમાંસા’ (ઈ.સ.880-920)માં ભૃગુકચ્છને જન પ્રદેશ તરીકે ઓળખાવ્યો છે.

  • ભારતીય ઈતિહાસના અંતિમ મહાસમ્રાટ હર્ષવર્ધને પોતાની રાજકુમારીના લગ્ન મૈત્રક વંશના શાસક ધ્રુવસેન બીજા સાથે કરાવ્યાં હતાં. જેથી હર્ષવર્ધને પાટલીપુત્ર (બિહાર)થી ભૃગુકચ્છ સુધી રાજમાર્ગની સુવિધા કરી આપી હતી.

  • ફ્રાન્સના ચિત્રકાર જેકબ પીટરે વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કિલ્લાઓ, નદીઓ અને ટાપુઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. 1690માં મુઘલોના શાસનમાં રચાયેલ ચિત્રમાં બ્રૉચ તરીકે જાણીતા ભરૂચની ભવ્યતાને ઈમારતો, કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિહાળી શકાય છે.

  • ભરૂચના ઝઘડીયા અને વાલિયાના વન અને પર્વતીય વિસ્તારમાં મહાભારત કાળ સમયે પાંડવોએ વનવાસ દરમિયાન થોડો સમય ગાળ્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.
  • સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીં કિલ્લો બંધાવવામાં આવ્યો હતો તથા કુમારપાળે ભરૂચ ખાતે બંધાવેલો કોટ આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
  • ઔરગંઝેબના શાસન દરમિયાન શિવાજીએ સુરત ઉપરાંત ભરૂચને પણ લૂંટયું હતું.

     

  • ભરૂચમાં મુઘલ સત્તાનું શાસન હતું ત્યારબાદ પોર્ટુગલોનું શાસન આવ્યું. સમય જતાં ફરીથી મુઘલોએ પોર્ટુગીઝો પાસેથી સત્તા હાંસલ કરી. તેના પછી મરાઠાઓ સત્તા પર આવ્યા અને અંતમાં અંગ્રેજોએ ભરૂચ ઉપર શાસન કર્યું હતું.

  • કવિ કનૈયાલાલ મુનશીએ ભરૂચને ‘માહિષ્મતી’ તરીકે સંબોધન કરેલું છે.

  • અંગ્રેજો અને ડચ લોકોએ વેપારી કોઠીઓ ભરૂચ ખાતે સ્થાપી હતી.

  • બ્રિટિશ શાસન દરમિયાન ભરૂચ બ્રૉચ (Broach) ‘ભડોચ’ તેમજ ‘ભડુચ’ તરીકે ઓળખાતું હતું. જેનું આગળ જતા ભરૂચ નામ પડયું.

  • અમદાવાદના રણછોડલાલ છોટાલાલે સૌપ્રથમ ઈ.સ. 1852માં મીલ સ્થાપવાનો પ્રયાસ ભરૂચ ખાતે કર્યો હતો.

  • નંદશંકર તુળજાશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલા’ માં ભરૂચનો ઉલ્લેખ ‘ભૃગુપુર’ તરીકે કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક ભરૂચ છે.

  • જેની સ્થાપના 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.

  • ભરૂચ જિલ્લામાં મુખ્યત્વે કડિયા ડુંગર (બૌદ્ધ ગુફાઓ) (ગામ : ઝાઝપોર, તા. ઝઘડિયા), બાવાઘોરનો ડુંગર અને સારસા માતાના ડુંગર આવેલા છે.

  • કડિયા ડુંગરનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે. અહીં આવેલ પાંડવ ગુફા અને પાંડુરી માતાનું સ્થાનક એ વાતની સાક્ષી પૂરે છે તેમજ અહીં ભીમ અને હિડિંબાના લગ્નની ચોરી આવેલી છે.

ભરૂચમાં આવેલી નદીઓ

  • નર્મદા નદી

ભરૂચ નદી કિનારે વસેલા શહેરો

  • નર્મદા નદીના કિનારે ભરૂચ, શુકલતીર્થ અને ઝઘડિયા
  • વિશ્વામિત્રી નદીના કિનારે આમોદ

ભરૂચ પ્રદેશોની ઓળખ

  • ઢાઢર અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશને ‘કાનમ પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • આ પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે. જેનો થોડો હિસ્સો ભરૂચ ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ આવેલો છે.

ભરૂચ જિલ્લાની આર્થિક માહિતી

ભરૂચ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં કપાસ, ઘઉં, કઠોળ, મગફળી, ડાંગર, કેરી, જુવાર, બાજરી વગેરે પાક થાય છે.

  • સમગ્ર ભારતમાં ભરૂચ જિલ્લામાં કેળાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે.

  • ગુજરાતમાં સૌથી વધુ ગુલાબની ખેતી ભરૂચ જિલ્લામાં થાય છે.

ખનીજ

  • ગુજરાતમાં સૌથી વધુ અકીકના પથ્થરો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ કડિયા ડુંગર ખાતેથી મળી આવે છે.

  • ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાલનેર, મતિબાણ અને સિસોદરામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે.

  • ઈ.સ.1970માં સમુદ્રના તળિયેથી મળી આવેલ તેલક્ષેત્ર અલિયાબેટ ભારતનું સૌપ્રથમ દરિયાઈ તેલક્ષેત્ર હતું જે વાગરા તાલુકામાં આવેલું છે. અલિયાબેટ નર્મદા નદીના મુખ પર આવેલો છે.

  • આ બેટ એ લાંબા અને હલેસા જેવા પગ ધરાવતા દરિયાઈ કાચબાનું ઈડા મૂકવા માટેનું સ્થળ છે, (તા.વાગરા)

  • ભરૂચના ગાંધાર ખાતેથી સૌપ્રથમ કુદરતી વાયુઓનો કૂવો મળી આવ્યો હતો.

  • ભરૂચના કેટલાંક વિસ્તારોમાં ફલોરસ્પાર મળી આવે છે.

ઉદ્યોગો

  • ભરૂચમાં ચાવજ ખાતે વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC) આવેલ છે.

  • ભરૂચ નજીક રાજપારડી ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 1983માં લિગ્નાઈટ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે.

  • જિલ્લામાં ડેરી ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ, દવાઓ, સાઈકલ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ, ચિનાઈ માટીનાં વાસણો, સુતરાઉ કાપડ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.

  • ભરૂચ જિલ્લાની સુજની નામની રજાઈ જાણીતી છે જે એકપણ ટાંકો લીધા વગર તૈયાર કરવામાં આવે છે.

ડેરી ઉદ્યોગ

  • દૂધધારા ડેરી

બંદરો

  • દહેજ બંદર
  • ભરૂચ બંદર
  • હાંસોટ બંદર
  • કાવી બંદર
  • ટંકારી બંદર

સિંચાઈ યોજના

  • ભાડભૂત બંધ

સંશોધન કેન્દ્ર

  • ગુજરાત ઈન્સેકિટસાઈડ્સ લિમિટેડ
  • કોટન રિસર્ચ સેન્ટર
  • કેન્દ્રીય મુદ્દા લવણતા સંશોધન સંસ્થાન

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • ભરૂચ રેલવે સ્ટેશન
  • સમની રેલવે સ્ટેશન
  • જંબુસર રેલવે સ્ટેશન
  • કાવી રેલવે સ્ટેશન
  • અંકલેશ્વર રેલવે સ્ટેશન

ભરૂચ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

ભરૂચ જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

વાવ - તળાવ - સરોવર

  • અગત્સ્ય તળાવ
  • સૂર્યકુંડ
  • દુધિયુ તળાવ
  • નાગેશ્વર તળાવ
  • બડબડિયો કુંડ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ભરૂચનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • ભાડભૂતનો મેળો
  • માઘ મેળો (મેઘરાજાની છડી મહોત્સવ)
  • શુકલતીર્થનો મેળો
  • કડોદનો મેળો
  • નાંદનો મેળો
  • બાવાઘોરનો મેળો
  • રિખવદેવનો મેળો
  • ઋષિ પાંચમનો મેળો
  • મહાશિવરાત્રીનો મેળો

લોકનૃત્ય

  • આગવા નૃત્ય
  • ભરૂચ જિલ્લાના ભીલ જાતિના લોકોનું શિયાળા દરમિયાન થતું નૃત્ય ‘આગવા નૃત્ય’ તરીકે ઓળખાય છે.

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • રાયચંદ દીપચંદ પુસ્તકાલય
  • જે.એન.પીટીટ પુસ્તકાલય

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • નૂતન ગ્રામ વિદ્યાપીઠ

ભરૂચ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

ભરૂચ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, રાજકીય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • કનૈયાલાલ માણેકલાલ મુનશી (જન્મઃ ભરૂચ)
  • બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (જન્મઃ ભરૂચ)
  • ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: મિયાંમાતર)
  • ચંદુલાલ દેસાઈ ‘છોટે સરદાર’નો સમાવેશ થાય છે.

રાજકીય ક્ષેત્રે

  • પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (જન્મ : પિલુદરા)
  • અહમદ પટેલ