ભરૂચ સીટી

તાલુકો

ભરૂચ સીટી

જિલ્લો

ભરૂચ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

98

વસ્તી

1,48,391

ફોન કોડ

02642

પીન કોડ

392001

ભરૂચ સીટીના ગામડા

અડોલ, હલદર, અંબાડા, અમલેશ્વર, અંગારેશ્વર, આસુરીયા, બંબુસર, ભાડભૂત, ભરથાણા, ભરૂચ, ભરૂચ (INA), ભોલાવ, ભુવા, બોરભાઠા બેટ, બોરી, ચાવજ, ચોલદ, ડભાલી, દહેગામ, દશાણ, દયાદરા, દેરોલ, દેતરાલ, એકસાલ, ઘોડી, હલદર, હલદરવા, હિંગલ્લા, હિંગલોટ, ઝાડેશ્વર, ઝંઘાર, ઝનોર, કહાન, કંબોલી, કંથારીયા, કારેલા, કરગત, કરજણ, કરમાડ, કરમાલી, કસાડ, કાસવા, કવિઠા, કેલોદ, કેસરોલ, કિસનાડ, કોઠી, કુકરવાડા, કુરાલા, કુવાદર, લુવારા, મહેગામ, મહુધલા, મકતમપુર, મનાડ, માંચ, મંગલેશ્વર, મનુબર, નબીપુર, નાંદ, નંદેલાવ, નાવેથા, નિકોરા, ઓસારા, પાદરિયા, પગુથણ, પાલેજ, પરિએજ, પારખેત, પિપલિઆ, રહાડપોર, સામલોદ, સંખવાડ, સરનાર, સેગવા, શાહપુરા, શેરપુરા, શુકલતીર્થ, સિમલિયા, સિંધોટ, સિતપોણ, ટંકારીયા, તવરા, થામ, ઠિકરિયા, ત્રાલસા, ત્રાલસી, ઉમરા, ઉમરજ, ઉપરાલી, વડદલા, વાડવા, વગુસણા, વહાલુ, વણસી, વરેડિયા, વેરવાડા, વેસદાદા
Bharuch City

ભરૂચ સીટી વિશે માહિતી

કુમારપાળે ભરૂચની ફરતે બનાવેલ ઐતિહાસિક કોટ નગ૨ના સૌથી પૌ૨ાણિક સ્થાપત્યનો પુરાવો મનાય છે.

નર્મદા નદી પર પુલનું નિર્માણ ઈ.સ. 1877થી સર જ્હોન

હોકશોની રૂપરેખા મુજબ ક૨વામાં આવેલું છે. ઈ.સ. 1881માં

નિર્માણ પામેલ આ બ્રિજમાં લગભગ 3 કરોડ 7 લાખ 50

હજાર જેટલો ખર્ચ થયો હોવાથી તેનું નામ ‘ગોલ્ડન બ્રીજ’ પડયું

હતું. આ પુલ ગુજરાતમાં નદી પર આવેલો સૌથી લાંબો

(1400 મી.) પુલ છે.

ઈ.સ.1901માં રાણી વિકટોરિયાની યાદમાં વિકટોરિયા ક્લોક ટાવર બાંધવામાં આવ્યો હતો.

નર્મદા નદીના કિનારે આવેલ શુકલતીર્થ ખાતે શુકલેશ્વર

મહાદેવનું પ્રખ્યાત મંદિર છે. અગ્નિહોત્રી અને સામવેદી વિદ્વાન બ્રાહ્મણોની કર્મભૂમિ એવા આ સ્થળે નર્મદા નદીનો પ્રવાહ અર્ધચંદ્રાકાર રૂપે વહે છે.

– ભરૂચમાં મક્તમપુર પાસે આવેલું ભગવાન ગણપતિ (રિદ્ધિ સિદ્ધિ દેવતા)નું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. મુંબઈ ખાતે આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર અને અષ્ટ વિનાયક તરીકે ઓળખાતા આઠ ગણેશ મંદિરો પછીનું ભારતમાં આવેલું આ બીજું મંદિર છે.

સંત કબીરજીએ વિક્રમ સંવત 1465માં નર્મદા યાત્રા કરી ભરૂચની ભૂમિને પાવન કરી હોવાની માન્યતા છે તેમજ સંત કબીરના નામ સાથે સંકળાયેલ 600 વર્ષ જૂનો કબીરવડ નર્મદા નદીના કિનારે આવેલો છે.

ઘનશ્યામ’ ઉપનામથી જાણીતા સાહિત્યકાર અને વર્ષ 1948માં ભારતના બંધારણ માટેની ‘ખરડા સમિતિ’ના 7 કાયમી સભ્યમાંના એક કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ઈ.સ. 1937-39 દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહમંત્રી હતાં. તેમણે ઈ.સ.1938માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી.તેઓ ઈ.સ.1950માં કેન્દ્ર કૃષિમંત્રી રહ્યા અને ઈ.સ. 1952માં ભા૨તમાં ‘વન મહોત્સવ’ની શરૂઆત કરી હતી. – હંસદેવનો આશ્રમ, ભારદ્વાજનો આશ્રમ, ભૃગુઋષિનું મંદિર, ભૃગુઋષિનો આશ્રમ, નવનાથનું મંદિર, ઝામી મસ્જિદ, ભરૂચનો કિલ્લો અને નર્મદા નદી ઘાટ વગેરે ભરૂચ જિલ્લાના જોવા લાયક સ્થળો છે.

ભરૂચ સીટીમાં જોવાલાયક સ્થળો

  • 1

ભરૂચ સીટીમાં પ્રખ્યાત

  • 1