ભુજ

તાલુકો

ભુજ

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

159

વસ્તી

4,43,269

ફોન કોડ

02832

પીન કોડ

370001

ભુજ તાલુકાના ગામડા

આનંદસર, અંધૌ, બળદીયા, મોટા બંદરા, નાના બંદરા, બાઉખા (ઓઢેજા), બાઉખા (સમા), બેરડો , ભગાડીયા, ભારાપર, ભારાસર, ભીરંડીયારા, મોટા ભીટારા, ભોજારડો, ભુજ, ભુજોડી, બોલાડી, ચકાર , ચપરેડી, ચુબડક, ચુનડી, મોટી દદ્ધર, નાની દદ્ધર, ડગાળા, દહીંસરા, નાના-મોટા દેઢીયા, દેશલપર, ધાણેટી, ધરમપુર, ઢોંસા, ધોરાવર, ઢોરી, ધ્રંગ, ધ્રોબાણા, દીનારા, ફોટડી, ફૂલાય, ફુલરા ટીમ્બો, ગડો , ગજોડ, ગળપાદર, ગંઢેર, ગોડપર (ખાંવડા), ગોડપર (સરલી), ગોડસર (રખાલ), ગોરેવલી, હબાય, હાજાપર, હરૂડી, હોડકા, જદુરા, જાંબુડી, જવાહરનગર, ઝીંકડી, જુણા, ઝુરા, કાળી તળાવડી, કલ્યાણપર, કમાગુના, કનૈયા બે, કંઢેરાઈ, કાનપર, કેરા, ખારી, ખારોડ, ખાવડા, ખીલણા, કોડકી, કોટાય, કોટડા આથમણા, કોટડા ઉગમણા, કુકમા, કુનરીયા નાના-મોટા, કુનરીયા (જામ), કુરન, કુરબઈ, કુવાથડા, લાખોંદ, લેર, લોડાઈ, લોરીયા, લોઠીયા, લુડીયા, લુણા, માધાપર, મકનપર, મખણા, મમુઆરા, માનકુવા, મેધપર, મીરજાપર, મીશરીયાડો, મીઠડી, મોડ ભખરી, મોડસર, મોખાણા, મોરા, નાભોઇ, નાડાપા, નાગીયારી, નાગોર, નાળીયેરી ટીંબો, નારણપર પસયાતી, નારાણપર રાવરી, નાથરકુઇ, પદ્ધર, પૈયા, પયારકો, પીરવાડી, પુરાસર, રૈયાડા, રતાડીયા, રતીયા, રાયધણપર, મોટા રેહા, નાના રેહા, મોટી રેલડી , નાની રેલડી , રૂદ્રમાતા, સાડાઉ રખાળ, સધારા , સૈયદપર, સાકરાઈ ટીંબો, સામત્રા, સંગાડા ટીંબો , સણોસરા , સાપર ટીંબો , સારલી , સરસપર, સેડાતા , શેરવો , સોયલા, સુખપર , સુમરાસર (જતવાળી), સુમરાસર – શેખવાળી, ટંકાણાસર, મોટા થરાવડા, નાના થરાવડા, ત્રંબૌ, ત્રાયા, ઉધમો , વાડાસર, વડવા , વડવારા , વડઝર, વાંઢ સીમ, વાંઢાય, વંત્રા, વરલી, મોટા વરનોરા, નાના વરનોરા, વટાછડ, વાવડી, વેહરો , વીંછીયા , વીરાઇ , ઝીઝુ ટીંબો , નોતિયાર ભખરી, ગોગારા ટીંબો
Bhuj

ભુજ તાલુકાનો ઇતિહાસ

ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું ઐતિહાસિક શહેર અને જિલ્લાનું મુખ્ય મથક છે. ભૂજમાં આવેલ ભુજિયા ડુંગર ભૂજંગ(નાગ)નું સ્થાનક મનાય છે.

– કચ્છના રાજા રાવ ખેંગારજી ત્રીજાએ ભૂજમાં ભૂજમ સંસ્કૃત પાઠશાળા, કચ્છ મ્યુઝિયમ (ફર્ગ્યુસન મ્યુઝિયમ) અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી.

食 ભૂજ તાલુકાના કોટાય ખાતે કાઠીઓએ લગભગ 10મી સદીમાં ઓએ લગભ જે કાઠીઓએ બંધાવેલું સૂર્યમંદિર આવેલું છે.

– અહીં આવેલા હબા ડુંગરને હબાય ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. નખત્રાણાના નાની ખોંભડી ગામે દાદા મેકરણનો જન્મ થયો હતો. મોતીયો કુતરો અને લાલીયો ગધેડો સંત મેકરણ દાદાના બે સાથી હતા. મોતીયો રણમાં ભૂલા પડેલા મુસાફરોને શોધી કાઢતો અને પછી લાલીયા પર ગોઠવાયેલી પાણીની મશકો ને ખાવાનું લઈને મુસાફરો સુધી પહોંચાડીને મુસાફરોને ઉતારે લાવતો હતો. (સંત મેકરણ દાદા વિશે સંશોધન લક્ષ્મીશંકર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.)

– સંત મેકરણ દાદાએ ભૂજના ધ્રાંગ ખાતે આશ્રમ સ્થાપ્યો હતો. આ સ્થળે આહિર સમુદાય દ્વારા સંત મેકરણ દાદાની લક્ષ્મણના પુનઃ અવતાર તરીકે પૂજા કરવામાં આવે છે.

ભૂજોડી ખાતે વંદે માતરમ્ મેમોરિયલ આવેલું છે જેનો આકાર ભારતના સંસદ ભવન જેવો છે. અહીં ઈ.સ.1857ના વિપ્લવથી લઈને ઈ.સ.1947ની આઝાદી સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામની મહત્વપૂર્ણ ઘટના દર્શાવવામાં આવી છે.

– ભૂજ તાલુકાના કુકમા ખાતે ખારેક માટેનું એકસેલન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

– માધાપરની ખમીરવંતી વિરાંગનાઓએ ઈ.સ.1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભૂજ ખાતે એરફોર્સની હવાઈપટ્ટીના સમારકામની કામગીરી 72 કલાકમાં કરી બતાવી હતી. આ વિરાંગનાઓની અમરશૌર્યગાથાને સમર્પિત વર્ષ 2018માં ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન ‘રક્ષક વન’ નું નિર્માણ સરસપુર ગામે રુદ્રમાતા ડેમ પાસે કરાયું છે.

– ભૂજીયો કિલ્લો (ઈ.સ.1723માં રાવગોડજી દ્વારા બંધાયેલ) તથા પન્ના મસ્જિદ, મહારાવ લખપતરાવની સુંદર કોતરણીવાળી છત્રીઓ, ફતેહ મહમ્મદ આરબનો હજીરો (રામસંગ માલમે દ્વારા બંધાયેલ), હાટકેશ્વર મંદિર, અણગોરનું શિવ મંદિર વગેરે ભૂજના જોવા લાયક સ્થળ છે.

– ડિસેમ્બર,2020માં ભૂજ તાલુકાના ખાવડા ખાતે ધર્મશાળા પાસે વિશ્વનો સૌથી મોટો 30GW(30,000 MW) ની ક્ષમતા ધરાવતો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 72,600 હેકટરમાં ફેલાયેલો આ પાર્ક હાઈબ્રિડ (પવન ઊર્જા અને સૌર ઊર્જા) પ્રકારનો પ્રથમ પાર્ક છે.

‘છતેડી’ શિલ્પ સ્થાપત્ય ભૂજમાં આવેલું છે જેને સ્થાનિક ભાષાઓમાં ‘છત્રી’ કહે છે. આ શિલ્પ સ્થાપત્યો શાહી કેનોટાફ પ્રકારના છે એટલે કે, એવા સ્મારકો કે જેમાં લોકોને વાસ્તવમાં દફનાવવામાં આવતા નથી. આ સ્થાપત્યો લાલ રંગોના પથ્થરોથી બનેલા છે. રાવ દેસાઈ, રાવ પ્રગમલ, રાવ લાખાણી સૌથી મોટી છતેડીઓ (છત્રીઓ) છે.

ભુજ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ભુજ

1