બોટાદ

Table of Contents

બોટાદ જિલ્લાના તાલુકા

બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર

બોટાદ જિલ્લાની રચના

બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી કરવામાં આવી હતી

બોટાદ જિલ્લા વિશે

તાલુકા

4

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

બોટાદ

ક્ષેત્રફળ

2,564 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-33

સાક્ષરતા

76.85%

સ્ત્રી સાક્ષરતા

66.92%

પુરુષ સાક્ષરતા

86.15%

વસ્તી

6,52,556

સ્ત્રી વસ્તી

3,12,151

પુરુષ વસ્તી

3,40,405

વસ્તી ગીચતા

255

જાતિ પ્રમાણ

917

નગરપાલિકા

3

ગામડાઓની સંખ્યા

190

ગ્રામ પંચાયત

180

લોકસભાની બેઠકો

વિધાનસભાની બેઠકો

2 – (બોટાદ, ગઢડા)

બોટાદ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     સુરેન્દ્રનગર,
                           અમદાવાદ
  • દક્ષિણ    –     અમરેલી
  • પૂર્વ          –     ભાવનગર
  • પશ્ચિમ     –     રાજકોટ
Botad

બોટાદ જિલ્લાનો ઇતિહાસ

  • કાઠિયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાડને જોડતો જિલ્લો એટલે બોટાદ જિલ્લો

  • લોકવાયકા મુજબ, બોટાદની સ્થાપના કોઢના ઝાલા ક્ષત્રિયોએ કરી હતી, જેઓ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારના શાસકો હતા. પરંતુ અન્ય લોકવાયકા મુજબ ભોજાભાઈ ખાચરે ઉતાવળી નદીના કિનારે બોટાદની સ્થાપના કરી હતી.

  • બોટાદ શબ્દ એ ‘બોટ’ અને ‘આદ’ એમ બે શબ્દોમાંથી બનેલો છે. જેમાં ‘બોટ’ એટલે ‘ગોખરું’. ગોખરું એ જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ છે, જેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. જ્યારે ‘આદ’ શબ્દનો અર્થ ‘સમૂહ’ થાય છે. આમ, બોટાદ એટલે એવી જમીન કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગોખરું જોવા મળે છે.

બોટાદ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • આ જિલ્લાની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ ભાવનગર જિલ્લાના બોટાદ અને ગઢડા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાનો સમાવેશ કરીને કરવામાં આવી હતી.

  • આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે. બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (ગેટ-વે-ઓફ કાઠિયાવાડ) ગણવામાં આવે છે.

બોટાદમાં આવેલી નદીઓ

  • સુખભાદર નદી
  • ઘેલો નદી
  • નીલકા નદી
  • કાળુભાર નદી
  • કેરી નદી
  • ગોમા નદી

બોટાદ નદી કિનારે વસેલા શહેરો

  • સુખભાદર નદીના કિનારે રાણપુર
  • ઘેલો નદીના કિનારે ગઢડા
  • નીલકા નદીના કિનારે ભીમનાથ
  • ઉતાવળી નદીના કિનારે બોટાદ

બોટાદ જિલ્લાની આર્થિક માહિતી

બોટાદ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, સિંચાઇ યોજના, રેલવે સ્ટેશન.

પાક

  • બોટાદ જિલ્લામાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ, જામફળ, મગફળી, શાકભાજી, ડાંગર, ડુંગળી, તલ, જીરૂ વગેરે પાક થાય છે.

  • બોટાદ એ જામફળની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે. (જયારે પ્રથમ નંબરે અમદાવાદ અને બીજા નંબરે ભાવનગર છે.)

ખનીજ

  • કેલ્સાઈટ નામની ખનીજ બોટાદ તાલુકાના સ૨વા ગામેથી મળી આવે છે.

ઉદ્યોગો

  • બોટાદ જિલ્લામાં ડાયમંડ પોલિશ કરવાનો ઉદ્યોગ (હીરા ઉદ્યોગ), બેરીંગ ઉદ્યોગ, કવોરી ઉદ્યોગ, ઉન-ખાદી ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યા છે.

સિંચાઈ યોજના

  • ભાડલા ડેમ
  • કાળુભાર ડેમ
  • ખાંભડા ડેમ

રેલવે સ્ટેશન

  • બોટાદ રેલવે સ્ટેશન
  • ભીમનાથ રેલવે સ્ટેશન
  • જાળીલા રેલવે સ્ટેશન
  • સાળંગપુર રેલવે સ્ટેશન
  • રાણપુર રેલવે સ્ટેશન

બોટાદ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

બોટાદ જિલ્લાની પવિત્ર સ્થાન.

પવિત્ર સ્થાન

  • સ્વામિનારાયણ મંદિર, ગઢડા
  • કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, સાળંગપુર

બોટાદ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

બોટાદ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • કવિ બોટાદકર ‘સૌંદર્ય દર્શી’ (જન્મ: બોટાદ)
  • મોહમ્મદ વલીભાઈ માંકડ (જન્મઃ પાળિયાદ)
  • ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ (જન્મઃ નિંગાળા)
  • કુમારપાળ બાલાભાઈ દેસાઈ (જન્મઃ રાણપુર)

સામાજિક ક્ષેત્રે

  • પૂર્ણિમાબેન મંગળદાસ પકવાસા (જન્મ: રાણપુર, ઉપનામ : ડાંગના દીદી)

બોટાદ જિલ્લાના મહત્વના તાલુકાઓ