ડાંગ
Table of Contents
Toggleડાંગ જિલ્લાના તાલુકા
આહવા, સુબિર, વઘઇ
ડાંગ જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ડાંગ જિલ્લાની રચના કરવામાં આવી હતી
ડાંગ જિલ્લા વિશે
તાલુકા
3
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
આહવા
ક્ષેત્રફળ
1,766 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-30
સાક્ષરતા
75.16%
સ્ત્રી સાક્ષરતા
67.38%
પુરુષ સાક્ષરતા
83.06%
વસ્તી
2,26,765
સ્ત્રી વસ્તી
1,13,793
પુરુષ વસ્તી
1,12,972
વસ્તી ગીચતા
129
જાતિ પ્રમાણ
1007
નગરપાલિકા
–
ગામડાઓની સંખ્યા
311
ગ્રામ પંચાયત
70
તાલુકા પંચાયતની બેઠકો
23
જિલ્લા પંચાયતની બેઠકો
17
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
1 – (ડાંગ)
ડાંગ જિલ્લાની સરહદ
- ઉત્તર – તાપી
- દક્ષિણ – મહારાષ્ટ્ર
- પૂર્વ – મહારાષ્ટ્ર
- પશ્ચિમ – નવસારી
ડાંગ જિલ્લાનો ઇતિહાસ
- ડાંગનો ઉલ્લેખ રામાયણમાં દંડકારણ્ય અથવા દંડક તરીકે થયો છે.
- સમગ્ર ડાંગ જિલ્લો ડુંગ૨ાળ પ્રદેશમાં વિસ્તરેલો છે.
- અહીં મુખ્યત્વે કુણબી, ભીલ, ગામીત, વરલી અને કોટવાડિયા જેવી આદિવાસી વસ્તી વસવાટ કરે છે.
- ડાંગ જિલ્લાની આસપાસનો પ્રદેશ ઈ.સ. 1818માં બ્રિટિશ સત્તા હેઠળ ખાનદેશના ભાગરૂપે સમાવવામાં આવ્યો હતો.
- ઈ.સ. 1880માં ખાનદેશનું વિઘટન થતા ડાંગ એ સુરત એજન્સીનો ભાગ બન્યુ ત્યારબાદ ડાંગ પ્રદેશ ઈ.સ. 1933 થી ઈ.સ. 1947 સુધી બરોડા રાજ્યનો ભાગ રહ્યુ અને ઈ.સ. 1947માં દેશ આઝાદ થતા ડાંગનો બૃહદ્ મુંબઈ રાજ્યમાં સમાવેશ કરવામા આવ્યો.
- બૃહદ્ મુંબઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડાંગ વિવાદનું ક્ષેત્ર બન્યું. ડાંગનો મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવેશ થાય તો મુશ્કેલી ઊભી થાય, જેને નિવારવા ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક દ્વારા ડાંગના સ્થાનિક લોકોને ગુજરાતી ભાષા બોલતાં શીખવવામાં આવી જેને પગલે ડાંગ ગુજરાતને ફાળે આવ્યું.
- ડાંગ જિલ્લો ઓગસ્ટ 1947થી એપ્રિલ 1960 સુધી મુંબઈ સ્ટેટ સાથે જોડાયેલ હતો.
- 1 એપ્રિલ, 1963ના રોજ જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે ડાંગ અને કચ્છ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું. ડાંગમાં 1 જૂન, 1972ના રોજ પંચાયતી રાજ અમલમાં આવ્યું.
ડાંગ જિલ્લાની ભૌગોલિક માહિતી
- 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ડાંગ જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક આહવા છે.
- વિધાનસભાની સૌથી ઓછી બેઠક ધરાવતો જિલ્લો ડાંગ છે.
- ગુજરાત રાજ્યમાં ડાંગ અને પોરબંદર જિલ્લામાં સૌથી ઓછા (ત્રણ) તાલુકા આવેલા છે.
ડાંગમાં આવેલી નદીઓ
- પૂર્ણા નદી
- અંબિકા નદી
- સર્પગંગા નદી
- ખાપરી નદી
- ગીરા નદી
- પૂર્ણા નદી ડાંગ જિલ્લાની સૌથી લાંબી નદી છે.
- ખાપરી નદી ડાંગ જિલ્લાના બે સરખા ભાગ કરતી હોય તેમ મધ્યેથી પસાર થાય છે.
ડાંગ નદી કિનારે વસેલા શહેરો
- સર્પગંગા નદીના કિનારે સાપુતારા વસેલું છે.
ડાંગમાં આવેલા પર્વત
- સાપુતારા શિખર (પશ્ચિમ ઘાટનું ગુજરાતનું સૌથી ઊચું), પિપળનેરનો ડુંગર
- ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાપુતારા અને ડોન એમ બે ગિરિમથકો આવેલા છે.
ડાંગ જાતિ પ્રમાણ
- વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ ગુજરાતનો સૌથી નાનો અને સૌથી ઓછી વસતી ધરાવતો જિલ્લો છે.
- ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર આવેલો છે.
- ગુજરાત રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિ (ST)ની વસતી સૌથી વધુ ડાંગ જિલ્લામાં આવેલી છે. જ્યારે સૌથી ઓછી વસતી ભાવનગર જિલ્લામાં છે.
- તેમજ, સૌથી ઓછી અનુસૂચિત જાતિ (SC)ની વસતી ડાંગ જિલ્લામાં આવેલી છે. જ્યારે સૌથી વધુ વસતી કચ્છ જિલ્લામાં છે.
- ડાંગ જિલ્લામાં શહેરી લિંગ પ્રમાણ સૌથી વધુ છે. (સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં)
- શિશુલિંગ પ્રમાણ ડાંગ જિલ્લામાં સૌથી વધુ છે. (સૌથી ઓછું શિશુલિંગ પ્રમાણ સુરત જિલ્લામાં)
- સૌથી વધુ લિંગ પ્રમાણમાં ડાંગ બીજા નંબરે છે. (પ્રથમ નંબ૨ે તાપી જિલ્લો છે.)
- ગુજરાતનો ડાંગ જિલ્લો સૌથી વધુ ખ્રિસ્તી પ્રજાજનો ધરાવે છે.
ડાંગમાં આવેલા અભયારણ્ય
- પૂર્ણા પ્રાકૃતિક અભયારણ્ય
ડાંગ જિલ્લાની આર્થિક માહિતી
ડાંગ જિલ્લાની આર્થિક માહિતી પાક, ઉદ્યોગો, સંશોધન કેન્દ્ર.
પાક
- ડાંગ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક રાગી(નાગલી) છે. જેનું સૌથી વધુ ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. ઉપરાંત વરીનો પાક પણ લેવાય છે.
- જિલ્લામાં નાગલી (રાગી), મકાઈ, ડાંગર, અડદ, તુવેર વગેરે પાક થાય છે.
- વઘઈ ખાતે આવેલા તૃણ ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ નાગલીની જાત જી.એન.-8 (ગુજરાત નાગલી–8)ને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં પ્રાકૃતિક અને સેન્દ્રીય ખેતી તરીકે પસંદગી આપવામાં આવી છે.
- ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો ડાંગ જિલ્લામાં જોવા મળે છે.
ઉદ્યોગો
- વઘઈ તાલુકામાં લાકડા વહેરવાની ગુજરાતની એકમાત્ર સરકારી મિલ આવેલી છે.
- આહવા મુખ્યત્વે ઈમારતી લાકડા માટેના વ્યાપાર કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે.
- નાગલી પેદાશો, વાંસ કામ અને વ૨લી ચિત્રકળાના ગૃહઉદ્યોગો અહીં વિકસ્યા છે.
સંશોધન કેન્દ્ર
- હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન
- ગીધનું સંવર્ધન કેન્દ્ર
ડાંગ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
ડાંગ જિલ્લાની પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકવાદ્ય, લોકનૃત્ય, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
પવિત્ર સ્થાન
- અટાળા પર્વત
વાવ - તળાવ - સરોવર
- અંજન કુંડ
- પંપા સરોવર
મહેલો - હવેલી - કિલ્લાઓ
- રૂપગઢનો કિલ્લો
મેળા - ઉત્સવો
- ડાંગ દરબાર
- તેરા ઉત્સવ
લોકવાદ્ય
- પાવરી
- માદળ
લોકનૃત્ય
- ડાંગી નૃત્ય
- ડુંગરદેવ નૃત્ય
- રામલી નૃત્ય
- ઠાકરિયા નૃત્ય
- ડેરા નૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- સાપુતારા મ્યુઝિયમ (આદિવાસી સંગ્રહાલય)
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ૠતુંભરા વિશ્વ વિદ્યાલય
ડાંગ જિલ્લાના વિરલ વ્યક્તિઓ
ડાંગ જિલ્લાના સામાજિક ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સામાજિક ક્ષેત્રે
- ઘેલુભાઈ નાયક (જન્મ : નવસારી, કર્મભૂમિ : ડાંગ, ઉપનામ : ડાંગના ગાંધી)
- પૂર્ણિમાબેન પકવાસા (જન્મ : બોટાદ, કર્મભૂમિ : ડાંગ, ઉપનામ : ડાંગના દીદી)
રમત ગમત ક્ષેત્રે
- ‘ડાંગ એકસપ્રેસ’ સરિતા ગાયકવાડ (દોડવીર) (જન્મ : કરાડીઆંબા ગામ, તા. આહવા)