દેવભૂમિ દ્વારકા

Table of Contents

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા

ખંભાળિયા, ઓખા (દ્વારકા), ભાણવડ, કલ્યાણપુર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં જામનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે

તાલુકા

4

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

ખંભાળિયા

ક્ષેત્રફળ

4,051 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-37

સાક્ષરતા

69%

સ્ત્રી સાક્ષરતા

65.97%

પુરુષ સાક્ષરતા

82.35%

વસ્તી

7,52,484

સ્ત્રી વસ્તી

3,65,918

પુરુષ વસ્તી

3,86,566

વસ્તી ગીચતા

183

જાતિ પ્રમાણ

938

નગરપાલિકા

6

ગામડાઓની સંખ્યા

249

ગ્રામ પંચાયત

239

લોકસભાની બેઠકો

વિધાનસભાની બેઠકો

2 – (ખંભાળિયા, દ્વારકા)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     કચ્છનો અખાત
  • દક્ષિણ    –     પોરબંદર
  • પૂર્વ          –     જામનગર
  • પશ્ચિમ     –    અરબ સાગર
Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઇતિહાસ

“અયોઘ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્તતા મોક્ષદાયિકા”

  • દ્વારકા શબ્દ ‘દ્વાર’ અને ‘કા’ એમ બે શબ્દોના સાયુજ્યથી બનેલ છે. ‘દ્વાર’ નો અર્થ દ૨વાજો અથવા માર્ગ જ્યારે ‘કા’ નો અર્થ બ્રહ્મ થાય છે. સંયુકત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ ‘બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ’.

  • દેવભૂમિ દ્વારકાનગરી પૌરાણિક સમયમાં દ્વારાવતી અને ‘કુશસ્થલી’ તરીકે ઓળખાતી હતી.

  • કુશસ્થલી આનર્તની મૂળ રાજધાની હતી. ભગવાન શ્રીકૃષ્ણએ કરેલા કંસના વધનું વેર લેવા જરાસંઘ અને કાલયાવન આવ્યા હતા તેથી કૃષ્ણ દ્વારિકામાં આવીને વસ્યાં. મહાભારતનાં ‘આદિપર્વ’ અને ‘સભાપર્વમાં’ દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે, જે મુજબ રૈવત પર્વત પાસે દ્વારકા નગરી વસેલી હતી, જ્યારે મુશળપર્વમાં દ્વારકા નગરી દરિયા પાસે હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

  • ભગવાન શ્રીકૃષ્ણ સાત્વ કુળના ચંદ્રવંશી યાદવ હતાં. મનુથી ગણીએ તો શ્રીકૃષ્ણ 61મા પુરુષ ગણાય છે. જરાસંઘ અને કાલયાવનના ત્રાસથી વ્રજ છોડીને દ્વારકાનાં રૈવત વિસ્તારમાં આવ્યાં હતાં.

  • મનુના પૌત્ર તથા શર્યાતિનો પુત્ર આનર્ત તેમજ આનર્તનો પુત્ર રૈવત તે સમયે કુશસ્થલીમાં રાજ કરતો હતો. રૈવતને શ્રીકૃષ્ણએ હાર આપી ચંદ્રવંશી યાદવોની સત્તા સ્થાપી અને કુશસ્થલીનું સમારકામ કરાવી તેને દ્વારાવતી કે દ્વારિકા નામ આપ્યું આ નામ અપભ્રંશ થતાં દ્વારકા તરીકે ઓળખાવા લાગ્યું.

  • દ્વારકા વિશે જુદા જુદા મતભેદો જોવા મળે છે. જેમ કે, એક પ્રભાસ પાટણથી થોડે દૂર આવેલી દક્ષિણ-પશ્ચિમ સ્થિત અને બીજી જૂનાગઢના ગિરિનગર પાસે આવેલી ત્યારબાદ, મૂળ દેવભૂમિ દ્વારકા પાસે આવેલી દ્વારકા.

  • પૂરાતત્વવિદ ડો. એસ.આર. રાવે જણાવ્યું હતું કે દ્વારકાનગરી પાંચ વખત સમુદ્રમાં ડૂબી ગયાના અવશેષો ધરાવે છે.

  • દ્વારકાનો મોટા ભાગનો વિસ્તાર પ્રાચીન સમયમાં ઓખામંડળ અથવા ઉષા મંડળ તરીકે ઓળખાતો હતો.

  • પ્રેમાનંદે સોનાની દ્વારકા વિશે સુદામાચરિત્રમાં નોધ્યું છે કે ‘કનક કોટ ચળકાળા કરે મણિ મય રત્ન જડયા કાંગરે’.

  • દ્વારકામાં ક્ષત્રપ કાળના શિલાલેખો મળી આવેલાં છે.

  • વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, મહાભારત, સ્કંદપુરાણ તથા શ્રીમદ્ ભગવદ્ગીતામાં દ્વા૨કાનો ઉલ્લેખ જોવા મળે છે.

  • ગારૂલક વંશના રાજવીઓ પોતાને દ્વારકાના સંદર્ભે દ્વારપતિ તરીકે ઓળખાવતાં હતાં.

  • જ્યારે ઈ.સ. 1857ના બળવામાં ઓખામંડળના વાઘેરોએ ભાગ લઈ અંગ્રેજો તથા ગાયકવાડને સત્તા પરથી હાંકી કાઢવાનું નક્કી કર્યું ત્યારે અંગ્રેજોએ બેટદ્વારકાના કિલ્લા પર આક્રમણ કર્યું અને અંગ્રેજ અધિકારી ડોનવાને તોપમારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે આધુનિક હથિયાર ન હોવાથી વાઘેર કોમની સ્ત્રીઓના સૂચવ્યા મુજબ તોપગોળાથી બચવા વાઘેરોએ ભીના ગાદલા કિલ્લાની દિવાલ ઉપર રાખીને તોપગોળાનો સામનો કર્યો હતો.

  • ઈ.સ. 1868માં ઓખાના વાઘેરો ગાયકવાડની આગેવાની નીચે ઓખામંડળને અમરેલી જિલ્લાનો ભાગ બનાવવા સહમત થયા હતાં. (અમરેલી તે સમયે બરોડા રાજ્યનો ભાગ હતો.)

  • ઈ.સ.1949માં ઓખામંડળ કે જે બરોડા રાજ્યનો ભાગ હતો. તે બોમ્બે રાજ્યમાં વિલિન થઈ ગયું.

  • ઈ.સ. 1959માં ઓખામંડળનો જામનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો અને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થતાં આ જિલ્લામાં સમાવાયો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભૌગોલિક માહિતી

  • આ જિલ્લાની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે.

  • કચ્છના રણથી ઓખા સુધીનો વિસ્તાર ગુજરાતના મેન્ગ્રોવ જંગલોનો સૌથી વધુ વિસ્તાર ધરાવે છે.

  • દ્વારકામાં ખંભાળિયા તાલુકામાં આવેલ ઝાડેશ્વરની ટેકરીઓ અને ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગરના આભપરા શિખર અને વેણુ શિખર દ્વારકાના ઉચ્ચ પ્રદેશો છે.

  • દેવભૂમિ દ્વારકામાં ઓખામઢી, બેટ-દ્વારકા, પોશિત્રા અને શિવરાજપુર જેવા દરિયા કિનારા આવેલા છે.

  • શ્રીકૃષ્ણએ શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો તેથી બેટ દ્વારકાને ‘શંખોદ્વાર બેટ’ (રમણ દ્વીપ બેટ) તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રીકૃષ્ણની પટરાણીઓના મહેલ તેમજ મત્સ્યાવતા૨નું મંદિર આવેલું છે.

  • ગોપીતળાવની ‘ગોપીચંદન’ તરીકે ઓળખાતી માટી શંખોદ્વાર બેટ ૫૨ આવેલ છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલી નદીઓ

  • ગોમતી નદી
  • સાની નદી
  • ભોગત નદી
  • ઘી નદી
  • સાની નદી દ્વારકા જિલ્લાની મુખ્ય નદી છે.

દેવભૂમિ દ્વારકા નદી કિનારે વસેલા શહેરો

  • દ્વારકા ગોમતી નદીના કિનારે
  • ખંભાળિયા ઘી નદીના કિનારે.

દેવભૂમિ દ્વારકા પ્રદેશોની ઓળખ

  • બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમે આવેલો દેવભૂમિ દ્વારકાનો દરિયાકિનારાનો પ્રદેશ ‘હાલાર પંથક’ના નામથી ઓળખાય છે. હાલાર પંથકમાં જામનગર જિલ્લાનો પણ થોડોક ભાગ આવેલો છે.

  • બેટ દ્વારકા નજીકનો ગણેશ, નાગેશ્વર-ગોપીતળાવ તથા તેની આજુબાજુનો વિસ્તાર ‘દારૂકાવન’ તરીકે ઓળખાય છે.

  • દ્વારકા અને ઓખા વચ્ચેના વિસ્તારને ‘ઓખામંડળ’ તરીકે ઓળખવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલા અભયારણ્ય

  • મરીન નેશનલ પાર્ક
  • સામુદ્રિક અભયારણ્ય (મરીન)
  • ગાગા પક્ષી અભયારણ્ય (મહાગંગા પક્ષી અભયારણ્ય)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આર્થિક માહિતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈ મથક, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં મગફળી, જુવાર, બાજરી જેવા પાકો લેવામાં આવે છે.

ખનીજ

  • દ્વારકા નજીકના દરિયાકિનારેથી બોકસાઈટ મળે છે. તેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.

  • મીઠાપુર પાસેથી ‘મિલિયોલાઈટ’ નામનો ચૂનાનો પથ્થર, જિપ્સમ અને કેલ્સાઈટ મળે છે.

ઉદ્યોગો

  • ઓખામંડળ (દ્વારકા) તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.

  • ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે એસ્સાર ઓઇલ કંપનીની રિફાઈનરી તેમજ વાડીનાર ખાતે હોડી બાંધવાનો ઉદ્યોગ વિકસેલો છે.

  • આ ઉપરાંત, જિલ્લામાં સિમેન્ટ, દવા અને રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે ઉદ્યોગ વિકસેલા છે.

  • નાગેશ્વર ખાતે શંખહસ્તકલા ઉદ્યોગ વિકસ્યો છે.

બંદરો

  • ઓખા બંદર
  • બેટ દ્વારકા બંદર
  • પોશિત્રા બંદર
  • વાડીનાર બંદર
  • રૂપેણ બંદર
  • લાંબા બંદર
  • પિંઢારા બંદર

સિંચાઈ યોજના

  • સાની ડેમ

સંશોધન કેન્દ્ર

  • ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન
  • ગુજરાત ફિશરિઝ એકવેટિક સાયન્સિઝ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ
  • ઈન્ડોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • આ જિલ્લામાંથી 51 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.

હવાઈ મથક

  • મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ કંપનીનું ખાનગી હવાઈ મથક છે.

રેલવે સ્ટેશન

  • ભાણવડ રેલવે સ્ટેશન
  • ખંભાળિયા રેલવે સ્ટેશન
  • દ્વારકા રેલવે સ્ટેશન
  • મીઠાપુર રેલવે સ્ટેશન
  • ઓખા રેલવે સ્ટેશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકાસગાથા

  • વર્ષ 2013માં 64મા વનમહોત્સવ દરમિયાન દ્વારકા ખાતે ‘નાગેશ્વર વન’ની સ્થાપના કરવામાં આવી હતી.

  • HRIDAY (Heritage City Development and Augmentation Yojana) હૃદય યોજના- વર્ષ 2015 અંતર્ગત દ્વારકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નકકી કરવામાં આવ્યું છે.

  • ઓખામંડળ તાલુકામાં આવેલ શિવરાજપુર બીચ‘આંતરરાષ્ટ્રીય બ્લૂ ફલેગ સર્ટિફિકેટ’ મેળવનાર ગુજરાતનો એકમાત્ર બીચ છે.

  • ભારતમાં કુલ 8 બીચને બ્લૂ ફલેગ સર્ટિફિકેટ મળેલા છે. જેમાં શિવરાજપુર, ઘોઘલા (દીવ), કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના ઋષિકોડા, ઓરિસ્સાના ગોલ્ડન અને અંદમાનના રાધાનગરનો સમાવેશ થાય છે.

  • ઓખા અને બેટ દ્વારકાને સિગ્નેચર બ્રિજ દ્વારા જોડવામાં આવેલ છે.

  • વર્ષ 2019માં ‘સ્વચ્છતા દર્પણ રેન્કિંગ- 3’માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દ્વારકા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

પવિત્ર સ્થાન

  • દ્વારકાધીશ મંદિર

વાવ - તળાવ - સરોવર

  • રતન તળાવ
  • શંખ સરોવર
  • બેટ દ્વારકા 
  • ગોપીતળાવ
  • ગોમતી તળાવ
  • નિષ્પાપ સરોવર
  • ઈન્દ્રેશ્વર સરોવર
  • વિકિયા વાવ
  • દેરાણી-જેઠાણીની વાવ
  • શનિની વાવ
  • જેઠા વાવ
  • મોડ૫૨ની વાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • નવલખા મહેલ
  • મોડ૫૨નો કિલ્લો

મેળા - ઉત્સવો

  • દ્વારકામાં જન્માષ્ટમીનો મેળો

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • ફિશરીઝ રિસર્ચ સેન્ટર ખાતે કોસ્ટલ પોલિસિંગ એકેડમી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિરલ વ્યક્તિઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, રાજકીય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • સુંદરજી બેટાઈ દ્વૈપાયન’ (જન્મઃ ઓખામંડળ)
  • વેણીભાઈ પુરોહિત (જન્મઃ ખંભાળિયા)
  • મધુસુદન ઠાકર (જન્મઃ ખંભાળિયા, ઉપનામ : મધુરાય)

રાજકીય ક્ષેત્રે

  • રતુભાઈ અદાણી (જન્મ : ભાણવડ)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકાઓ