લખપત
Table of Contents
Toggleલખપત તાલુકા વિશે
તાલુકો
લખપત
જિલ્લો
કચ્છ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
101
વસ્તી
62,552
ફોન કોડ
02839
પીન કોડ
370627
લખપત તાલુકાના ગામડા
લખપત તાલુકાનો ઇતિહાસ
લખપત તાલુકાનું મુખ્ય મથક ‘દયાપર’ છે.
અહીં કચ્છના રાજ કુટુંબના કુળદેવી આશાપુરા માતાનું પુરાતનકાળનું મંદિર આવેલું છે. આ તીર્થ સ્થળને ‘માતાના મઢ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળેથી ગૂગળ પ્રાપ્ત થાય છે.
– નાસા અને વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિઓલોજીના સંશોધનના આધાર પર જાહેર કરવામાં આવ્યું છે કે મંગળગ્રહની જમીનને મળતા આવતા અવશેષો વિશ્વમાં સૌપ્રથમ લખપત તાલુકામાં માતાના મઢના વિસ્તારમાંથી મળ્યા છે. અહીં સફેદ, આછા પીળા અને લાલરંગના ખડકો આવેલા છે. બ્રહ્માંડની ઉત્પતિ સમયે ગ્રહોની વચ્ચે થયેલા ઘર્ષણથી ઉદ્ભવેલા વોલ્કેનિક ગેસ, એસિડિક હાઈડ્રોથર્મલ, વોલ્કેનિક એશના મિશ્રણથી આવા ખડકોનું નિર્માણ થયું છે. અહીં મિનેમાઈટ – નેટ્રો એલ્યુનાઈટ ધરાવતા કેલ્શિયમનો ભંડાર આવેલો છે.
– નારાયણ સરોવર લખપત તાલુકામાં આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. શ્રીમદ્ ભગવત ગીતામાં જણાવ્યાં અનુસાર ભારતના અડસઠ તીર્થોના પાંચ પવિત્ર સરોવરો (બિંદુ સરોવર, પંપા સરોવર, માનસરોવર, પુષ્કર સરોવર, નારાયણ સરોવર)માં તેનો સમાવેશ થાય છે. નારાયણ સરોવરને ઈ.સ.1981માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અહીં લક્ષ્મીનારાયણ, ત્રિકમજી, ગોવર્ધનનાથ, કલ્યાણરાય, આદિનારાયણ જેવા મંદિરો પણ આવેલા છે.
–
કોટેશ્વરમાં કોટેશ્વરનું સુપ્રસિદ્ધ પ્રાચીન શિવ મંદિર આવેલું છે. અહીં વનવાસ દરમિયાન પાંડવો આવ્યા હતા અને ભીમે_ એક કુંડની રચના કરી હતી તેવી લોકવાયકા છે.
ગુરૂનાનકની યાદમાં બંધાવેલું શીખોનું ગુરૂદ્વારા લખપતમાં આવેલું છે.
લખપત તાલુકામાં સિયોત ગામે પાંચ શૈલ ગુફા આવેલી છે. આ ગુફા બૌદ્ધ અને શૈવ ધર્મ સાથે સંકળાયેલી છે. જે ‘કોટેશ્વર બોદ્ધ ગુફા’ તરીકે પણ ઓળખાય છે.
કચ્છના ઈતિહાસમાં આ ગુફાનો ઉલ્લલેખ ‘ખાપરા કોડિયાની ગુફા ‘તરીકે થયો છે. જેને કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે.કા.શાસ્ત્રી) દ્વા૨ા શોધવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખાટિયા ગામે કરાયેલા ઉત્ખનન દરમિયાન 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે.
–
કેરળની યુનિવર્સિટીના ભૂસંશોધકો દ્વારા 45 દિવસ સુધી કરાયેલા ઉત્ખનન દરમિયાન 250 થી વધુ હાડપિંજરો મળી આવ્યા છે. અહીથી મળેલા શબનું મસ્તક પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશામાં તેના પગની બાજુમાં પુરાતત્વવિદોને માટીના વાસણો તથા અન્ય કળાકૃતિઓ જેમાં શંખચૂડી, પથ્થર અને માટીના બનાવેલા મોતી, માટીના ઘડા, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ, ગ્લાસ, અનાજ દળવાના પથ્થરના સાધનોનો સમાવેશ થાય છે. આ સાઈટ કચ્છના સુરકોટડાના ધાણેટીથી મળી આવે છે. તેમજ આ સાઈટ હડપ્પીય સાઈટથી પણ જૂની હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
લખપત તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
લખપત
1