મુન્દ્રા

તાલુકો

મુન્દ્રા

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

63

વસ્તી

1,53,219

ફોન કોડ

02838

પીન કોડ

370421

મુન્દ્રા તાલુકાના ગામડા

કણજરા, કારાઘોઘા, કુકડસર, કુવાય, કુંદરોડી, ગુંદાલા, ગેલડા, ગોયરસમા, છસરા, ઝરપરા, ટપ્પર, ટુંડા, ટોડા, ડેપા, દેશલપર, ધ્રબ, નવીનાળ, નાના કપાયા, નાના કાંડાગરા, નાની તુંબડી, નાની ભુજપર, પત્રી, પાવડીયારા, પ્રતાપપર ૧, પ્રતાપપર ૨, પ્રાગપર, પ્રાગપર ૨, ફાચરીયા, બગડા, બરાયા, બાબીયા, બારોઈ, બેરાજા, બોચા, બોરાણા, ભદ્રેસર, ભરૂડીયા, ભોરારા, મંગરા, મુન્દ્રા, મોખા, મોટા કપાયા, મોટા કાંડાગરા, મોટી ખાખર, મોટી તુંબડી, મોટી ભુજપર, રતાડીયા, રાઘા, રામાણીયા, લીફરા, લાખાપર, લુણી, વડાલા, વાઘુરા, વાંકી, વીરાણીયા, વોવાર, શીરાચા, શેખડીયા, સમાઘોઘા, સાડાઉ, સુખપર ટીંબો, હટડી
Mundra

મુન્દ્રા તાલુકાનો ઇતિહાસ

સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ મુંદ્રા તાલુકાના ચોખંડામાં આવેલો છે. આ ઉપરાંત અર્જુનદેવ અને સારંગદેવનો શિલાલેખ પણ કચ્છમાં આવેલો છે.

– મુંદ્રા ‘કચ્છના પેરિસ’ તરીકે ઓળખાતો હરિયાળો પ્રદેશ છે.

મુંદ્રામાં ખારેક અને ખલેલાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તથા ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે.

– મુંદ્રા બંદરનો વિકાસ અદાણી પોર્ટ દ્વારા થયો છે.

– જૈનોનું પવિત્ર તીર્થધામ-ભદ્રેશ્વરને પ્રાચીન સમયમાં ‘ભદ્રાવતી’ તરીકે ઓળખવામાં આવતું હતું. ભદ્રેશ્વર ખાતે મહાભારત સમયના પાંડવ કુંડ તરીકે ઓળખાતી 5000 વર્ષ જૂની વાવ આવેલી છે. ભદ્રેશ્વર મંદિરની સ્થાપના દેવચંદ્ર નામના જૈન વ્યકિતએ કરી હતી. આ મંદિરનું પુનઃનિર્માણ ભદ્રાવતીના રાજા સિંધસેને કરેલું ત્યારબાદ શેઠ જગડુશા દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

ભદ્રેશ્વ૨ ખાતે વિસ્તૃત સ્થાપત્યવાળા 52 જૈન દેરાસરો આવેલા છે. જેનો જીર્ણોદ્ધાર સંવત 1315માં કચ્છના દાનવીર શેઠ જગડુશા એ કરાવ્યો હતો.

મુન્દ્રા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

મુન્દ્રા

1