નખત્રાણા

તાલુકો

નખત્રાણા

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

119

વસ્તી

1,46,367

ફોન કોડ

02835

પીન કોડ

370615

નખત્રાણા તાલુકાના ગામડા

અઈયાર, અધોછણી, આનંદપર, આનંદસર, આંબારા (આમારા), ઉખરડા, ઉગમણી ગંગોણ, ઉગેડી, ઉલાટ, ઊંઠોંગડી, ઓરીરો, કકડભીટ / કકડભીટ યક્ષ, કલ્યાણપર, કોટડા (થરાવડા), કોટડા (રોહા), કોટડા જડોદર, ખારડીયા, ખાંભલા, ખીરસરા, ગડાણી, ગોધીયાર, ચરાખડા, ચાવડકા, જડોદર, જતાવીરા, જાડાય, જારજોક, જાલુ, જીયાપર, જીંજાય, જીંદાય, જેસરવાંઢ, ટોડીયા, ડાડોર, તરા, તલ, થરાવડા, થાન, દનણા, દેવપર, દેવસર, દેવીસર, દેશલપર, ધામાય, ધોરો, નવા ખીરસરા, નાગલપર, નાગવીરી, નાના અંગીયા, નાના કડીયા, નાના ધાવડા, નાના નખત્રાણા, નાના વાલ્કા, નાની અરલ, નાની ખોંભડી, નાની વીરાણી, નારાણપર, નીરોણા, નેત્રા, પલીવાડ, પાનેલી, ફુલાય, બાડી (પાલનપુર), બાંડીયારા, બીબર, બેરુ, ભડલી, ભારાપર, ભારાપર (ભાડરાવાળી), ભીટારા, ભીમાસર, ભોજરાજ વાંઢ, મથલ, મંગવાણા, મંજલ, મારુ(મુરુ), મેડીસર, મોટા આંગિયા, મોટા કડીયા, મોટા ધાવડા, મોટા રાણપર, મોટા વાલ્કા, મોટી અરાલ, મોટી ખોંભડી, મોટી ભુંજાય, મોટી વીરાણી, મોરગર, મોરજર, મોરાય, મોસુણા, રતાડીયા, રવાપર ( નવાવાસ), રસાલીયા, રામપર(રોહા), રામપર(સરવા), રોહા (તળેટી), લક્ષ્મીપુર(તારા), લક્ષ્મીપુર(ભુંજાય), લખીયારવીરા, લાખડી, લીફરી, લુડબય, વડવા કન્યાવાલા, વડવા ભોપાવલા, વરમસેડા, વામરપદર, વાંગ, વિગોડી, વિજપાસર, વિભાપર, વીથોણ, વેરસલપર, વેહાર, સન્યારા, સાંગણારા, સુખપર (રોહા), સુખપરા (વીરાણી), સુખાસણ, હરિપર
Nakhatrana

નખત્રાણા તાલુકાનો ઇતિહાસ

કચ્છના ડુંગરો ત્રણ ધાર(ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર)માં વહેંચાયેલાં છે. તે પૈકી મધ્ય ધારમાં ઘીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલો છે. આ ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે. કાનફટા પંથના સ્થાપક દાદા ગોરખનાથની તપોભૂમિ અને મઠ આ ડુંગ૨ ૫૨ આવેલ છે.

જાણીતા સૂફી સંત હાજીપીરની દરગાહ નખત્રાણા તાલુકામા આવેલી છે. જેને કચ્છના ‘ગરીબ નવાઝ’ તથા ‘જિંદાપીર’ રાણ ગરીબ નવાઝ તા તરીકે ઓળખવામાં આવે છે.

છારીઢંઢ જળપ્લાવિક ભૂમિ સંરક્ષિત અભયારણ્ય છે જેને વર્ષ 2008માં યુનેસ્કો દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યું છે. જે કચ્છના રણ અને બન્ની ઘાસના મેદાની કિનારે આવેલું છે. છારીનો અર્થ ક્ષાર અને ઢંઢનો અર્થ સિંધિ ભાષામાં છીંછરા ખાબોચિયાં એવો થાય છે. આ મોસમી જળપ્લાવિત અભયારણ્ય છે. શિયાળા અને ચોમાસામાં વિદેશી પક્ષીઓ માટેનું આ મહત્વનું સ્થાન ગણાય છે.

રોહાનો કિલ્લો નખત્રાણા તાલુકાની રોહા ગામની સીમા પર આવેલો છે. આ કિલ્લામાં અલ્લાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલાં અબડાસાના જાગીરદાર અબરાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય લીધો હતો. પછીથી તમામ રાજકુમારીઓએ સમાધિ લીધી હતી. આ સ્થળને ‘સુમરીરોહા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નખત્રાણામાં આવેલ કડિયા ધ્રોને (કાળિયા ધ્રો) ‘ધ ન્યુ ટાઈમ્સ’ દ્વારા પસંદ કરવામાં આવેલ વિશ્વના ફરવાલાયક 52 સ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કરોડો વર્ષ જૂની આ ખડકીય સંરચનાની વૈશ્વિક સ્તરે નોંધ લેવાયેલ છે. કડિયા ધ્રોની કુદરતી સુંદરતા એ વૈશ્વિક ઓળખ બની છે. કડિયા ધ્રોની (કાળિયા ધ્રો) બેનમૂન તસવીરો ભૂજના ટ્રાવેલ ફોટોગ્રાફર વરુણ સચદેવ એ ધ ન્યુયોર્ક ટાઈમ્સને મોકલી હતી. આ સ્થળે સપાટ રહેલી ખડકોને પવનોની અસરો અને પાણીનો ધસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. આ સ્થળ પર આવેલા પર્વતોને સાત શિખરો (પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાત શિખ૨)ને લીધે અહીંના લોકો મહાભારત પર્વત તરીકે ઓળખે છે. કોટા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરફૂઈ ગામના નિર્જન વિસ્તારોમાં કમાલનું કુદરતી નકશીકામ અને રંગબેરંગી ડિઝાઈન છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે કયાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. જેને ગામઠી ભાષામાં ‘ધ્રો’ કે ‘વાય’ તરીકે ઓળખાય છે. આ સ્થળ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન સાથે સામ્યતા ધરાવે છે.

– ભારતીય અને કેનેડિયન પુરાતત્વવિદોને ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા ભાદેલીમાંથી સિંધુ ખીણ–સભ્યતાના 4500 વર્ષ જૂના (ઈ.સ.પૂર્વે 2500) ડેરીના અવશેષો પ્રાપ્ત થયા છે.

નખત્રાણા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

નખત્રાણા

1