ઓખા

તાલુકો

ઓખા

જિલ્લો

દેવભૂમિ દ્વારકા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

45

વસ્તી

62,052

ફોન કોડ

02892

પીન કોડ

361350

ઓખા તાલુકાના ગામડા

અણીયારી, આરંભડા, ઓખા, ઓખામઢી, કલ્યાણપુર, કુરંગા, કોરાડા, ખતુંબા, ગોરીંજા, ગોરીયારી, ચરકલા, ટુપણી, ટોબર, દ્વારકા, ધડેચી, ધીણકી, ધ્રાસણ વેલ, ધ્રેવાડ જૂની, ધ્રેવાડ નવી, નાગેશ્વર, પાડલી, પોશીત્રા, બરડીયા, બાટીસા, બેટ, ભાવડા નાના, ભાવડા મોટા, ભીમરાણા, મકનપુર, મીઠાપુર, મુળવાસર, મુળવેલ, મેરીપુર, મેવાસા, મોજપ, રાંગાસર, રાજપરા, લોવરાલી, વરવાળા, વસઈ, વાચ્છુ, શામળાસર, શીવરાજપુર, સુરજકરડી, હમુસર
Okha

ઓખા તાલુકા વિશે માહિતી

ઓખામંડળ તાલુકાનું મુખ્ય મથક દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું છે. ઓખામંડળ ત્રણ બાજુથી સમુદ્ર તટ ધરાવતો ગુજરાતનો એક માત્ર તાલુકો છે.

– ઓખા મંડળ તાલુકામાં દ્વારકાધીશ મંદિર તથા મંદિરનાં બે દરવાજા (મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર) ઉપરાંત, વલ્લભાચાર્યની બેઠક, રૂકમણીજીનું મંદિર, ભડકેશ્વર મહાદેવનું મંદિર વગેરે દ્વારકાના જોવાલાયક સ્થળો છે.

– હનુમાનજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ‘હનુમાન દાંડી'(દાંડીવાળા હનુમાન) તીર્થ સ્થળ બેટ દ્વારકામાં આવેલું છે. શંખોદ્વાર બેટમાં આવેલું હનુમાનજીનું આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પિતા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ બિરાજે છે. દાંડી હનુમાનનો અર્થ ‘આનંદી હનુમાન’ એવો થાય છે.

દારુકાવન તરીકે ઓળખાતા શંખોદ્વાર બેટમાં બાર જયોર્તિર્લિંગોમાંનું એક નાગેશ્વર અહીં આવેલું છે જ્યાં શ્રી કૃષ્ણએ દ્વારકાના નિર્માણ પહેલા નાગેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

– ઓખામંડળ તાલુકાના ધ્રાસણવેલ ગામે સપ્તયન શૈલીમાં બંધાયેલું કાલિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર 8મી અને 9મી સદીના સમય દરમિયાન નિર્માણ પામ્યું હોવાનું જણાય છે.આ ઉપરાંત ધ્રાસણવેલ ખાતે ભગવાન શંકર તેમજ સૂર્યદેવનું મગદેરુ મંદિર આવેલું છે.

અહીં, આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલ શારદા મઠ આવેલો છે (શંકરાચાર્ય એ ચારેય દિશાઓમાં કુલ 4 મઠ સ્થાપ્યા હતાં) 1. ઉત્તરમાં જ્યોર્તિ મઠ-ઉત્તરાખંડ 2. પૂર્વમાં ગોવર્ધનમઠ-પૂરી, ઓરિસ્સા 3. દક્ષિણમાં શૃંગેરી મઠ-કર્ણાટક 4. પશ્ચિમમાં શારદા મઠ-ગુજરાત. ગુજરાતની શારદા પીઠ સામવેદ સાથે સંકળાયેલ છે.

– દ્વારકામાં વસઇ ખાતે કંકણેશ્વર મહાદેવ મંદિર અને જુનાગઢી જૈન મંદિરો આવેલા છે.

– આ નગરીમાં ચૈતન્ય મહાપ્રભુ પધારેલાં હતા તથા મીરાબાઈએ પોતાના જીવનના છેલ્લા દિવસો દ્વારિકા નગરીમાં વિતાવીને દેહ છોડયો હોવાની લોકવાયકા છે.

– દ્વારકામાં આવેલ ગોમતી નદીના તટ અને પંચનંદ તીર્થને સુદામા સેતુ દ્વારા જોડવામાં આવ્યું છે.

– ટાટા કેમિકલ્સનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું મીઠાનું કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે. જેથી મીઠાપુરને ‘સોલ્ટ સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.

મીઠાપુર ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન બન્યો હતો.

ઓખા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ઓખા તાલુકામાં પ્રખ્યાત

  • 1