વઘઇ

તાલુકો

વઘઇ

જિલ્લો

ડાંગ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

41

વસ્તી

15,004

ફોન કોડ

02631

પીન કોડ

394730

વઘઇ તાલુકાના ગામડા

એન્જીનપાડા, બારખાંધ્યા, ભાલખેત, ભેંસકાતરી, ભોંગડ્યા, ભુરભેંડી, ભેંડમાળ, ભાવડી, ચિંચોડ, ચિચિનાગવઠા, ચિખલા કલી, ચિકાર, દગુનીયા, દગડીઆંબા, ઢાઢરા, ડોકપાતળ, ડાંગપાડા, ડુંગરડા, ગોદાડ્યા, ઝાવડા, કુડકસ, કુંદા, કાલિબેલ, કાકરદા, કુકાડનાખી, કોસીમદા, ખીરમણી, ખોપરીઆંબા, ખાતળ, લુહાર્યા, મોટી દાબદર, નાજાગચોંડ, નાનાપાડા, રંભાસ, સીલોટમાળ, સુસરદા, સાકળપાતળ, સરવર, વઘઇ, વાઘમાળ, માનમોડી
Waghai

વઘઇ તાલુકા વિશે માહિતી

વઘઈ ડાંગના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે.

– ગુજરાતનું સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઈ વનસ્પતિ ઉદ્યાન વઘઈ તાલુકામાં આવેલો છે જેની ઈ.સ. 1966માં સ્થાપના વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

વનસ્પતિ ઉદ્યાન, વઘઈ

વઘઈ તાલુકામાં અંબિકા નદી પર ગિરાધોધ આવેલો છે જે વઘઈ બોટનિકલ ગાર્ડનની તદ્દન નજીક છે.

વઘઈમાં કોસમાડ ગામની સીમમાં ભીગુનો ધોધ આવેલો છે. આ સિવાય ગિરાધોધ પણ વઘઈમાં આવેલ છે.

સાક્ષાત જગદંબાની મૂર્તિ ધરાવતું માયાદેવી સ્થળ વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામ નજીક પૂર્ણા નદીના કિનારે આવેલું छे.

ડાંગ જિલ્લામાં સૌથી ઓછા અંતરની રેલવે લાઈન આવેલી છે. ગુજરાતની સૌથી જૂની (107 વર્ષ) નેરોગેજ ટ્રેન બીલીમોરાથી વઘઈ છે, જેની શરૂઆત વર્ષ 1913માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ કરી હતી.

એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019માં દોહા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મુરલી ગાવિત વઘઈ તાલુકાના કુમારબંધ ગામના વતની છે.

વઘઇ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

વઘઇ તાલુકામાં પ્રખ્યાત

  • 1