સિહોર
Table of Contents
Toggleસિહોર તાલુકા વિશે
તાલુકો
સિહોર
જિલ્લો
ભાવનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
78
વસ્તી
2,12,236
ફોન કોડ
02846
પીન કોડ
364240
સિહોર તાલુકાના ગામડા
સિહોર તાલુકા વિશે માહિતી
શિહોર ભાવનગર રાજ્યની જૂની રાજધાની હતી. પ્રાચીન સમયમાં શિહોર ‘સિંહપુર’ અને ‘સારસ્વતપુર’ તરીકે ઓળખાતું હતું.
* ગોહિલવંશના રાજાઓએ નવું શિહોર વસાવીને ત્યાં કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાબંધીની કરામત જૂનાગઢ કે પાવાગઢના કિલ્લાઓમાં પણ જોવા નથી મળતી. પિલાજીરાવ ગાયકવાડ અને કંથાજીના (શિવાજીના પૌત્ર શાહુજીના સરદારના) આક્રમણ સમયે આ કિલ્લાએ મરાઠાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
ઈ.સ. 1857ना વિપ્લવ દરમિયાન નાનાસાહેબ પેશવાએ શિહોરમાં આશરો લીધો હોવાનું કહેવાય છે.
– શિહોર મુખ્યત્વે પિત્તળના નકશીકામ માટે જાણીતું છે. તાંબા-પિત્તળનાં વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શિહોર ગૌતમી નદીના કિનારે વસેલું છે.
પિત્તળનું નકશીકામ
– આ ઉપરાંત અહીં આવેલ ગૌતમેશ્વ૨ મહાદેવનું મંદિર જાણીતું પ્રવાસન સ્થળ છે.
– શિહોર તાલુકામાં પ્રાચીન ટીંબો, દરબારગઢ, બ્રહ્મકુંડ, ગૌતમી ગુફાઓ, સાતશેરી, શિહોરી માતાજીનું મંદિર, મોંઘીબાની સમાધિ તેમજ સાધ્વી જોધીબાની સમાધિ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ વગેરે જોવાલાયક સ્થળો છે.
– શિહોર તાલુકાના રાજપરા ખાતે પ્રખ્યાત ખોડીયાર માતાજીનું સ્થાનક આવેલું છે. અહીં જાણીતો ‘તાતણીયા ધરો’ આવેલો છે. જેમાં દુષ્કાળ દરમિયાન પણ પાણી જોવા મળે છે તેવી લોકવાયકા છે.
– મઢડા ખાતે 100 વર્ષ પહેલા કચ્છી જૈન વેપારી શિવજી દેવસીએ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરણા લઈ એક સુંદર ભારત મંદિરની રચના કરી હતી. આ સ્થળે ગાંધીજીએ ચળવળ દરમિયાન મુલાકાત લઈને લોકોમાં ચેતના જગાવી હતી.
સિહોર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
સિહોર તાલુકામાં પ્રખ્યાત
- 1