પાલીતાણા

તાલુકો

પાલીતાણા

જિલ્લો

ભાવનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

81

વસ્તી

2,30,271

ફોન કોડ

02848

પીન કોડ

364270

પાલીતાણા તાલુકાના ગામડા

અદપર, અનિડા, અનિડા, આંકલોલી, કુંભણ, કંજરડા, ખાખરીયા, ખીજડીયા, ખીજડીયા, ગણઠોલ, ઘેટી, ચોંદા, જમણવાવ, જામવાળી, જાળિયા ‍(અ‌.‌), જાળિયા (આં.), જાળિયા ‍(ખ.), જાળિયા (મ.), જીવાપુર, જુના સરોડ, ડુંગરપુર, થડાચ, થોરાળી, દુધાળા, દેદરડા, નવાગામ, નવા સરોડા, નાના ગરજીયા, નાનિમલ, નાની પાણીયાળી, નાની રાજસ્થળી, નેસડી, નોંધણવદર, પાલીતાણા, પાંચપીપળા, પાંદેરીયા, પીથલપુર, પીપરડી, બહાદુરગઢ, બહાદુરપુર, બાદેલી, બોદાણા નેસ, ભાડવાવ, ભારટીંબા, ભુતિયા, ભુદરખા, ભંડારીયા, માણવડ, માલપરા, માળીયા, માંડવડા, મેઢા, મૈધાર, મોખડકા, મોટા ગરજીયા, મોટી પાણીયાળી, મોટી રાજસ્થળી, મોતિસારી, રતનપુર, રાજપરા, રાણપરદા, રોહીશાળા, રંડોળા, લાખાવડ, લાપળીયા, લીલવાવ, લુવારવાવ, લોઇણચડા, વડાલ, વાડીયા, વાળુકડ, વિજાણા નેસ, વિરપુર, સતાણા નેસ, સમઢીયાળા, સાગપરા, સેંજળીયા, સોનપરી, સંજાણસર, હાથસણી, હાનોલ
Palitana

પાલીતાણા તાલુકા વિશે માહિતી

પાલિતાણાનું જૂનું નામ ‘પાદલિપ્તપુર’ હતું. પાલિતાણાને ‘મંદિરોના શહેર’ની તથા ‘અહિંસા નગરી’ની ઉપમા મળેલી છે.

પાલીતાણા

પાલિતાણામાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્થાનક ‘હસ્તગિરી’ આવેલું છે. અહીં શ્રી વૃષભદેવના જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તીનો હાથી પણ અહીં જ ઊભા ઊભા અનશન કરી સ્વર્ગ સિધાવ્યો હોવાની લોકવાયકા છે.

જૈન આચાર્ય પાદલિપ્ત સૂરીના શિષ્ય નાગાર્જુન દ્વા૨ા શેત્રુંજય પર્વત પર ગુરુના નામ પરથી પાદલિપ્તપુરની સ્થાપના કરાઈ. જે આગળ જતા પાલિતાણા નામથી ઓળખાયું.

-> પાલિતાણા વર્ષ 2014માં કાયદાકીય રીતે વિશ્વનું સૌપ્રથમ શુધ્ધ શાકાહારી શહેર બન્યું હતું. અહીં માછલી, ઈડા, માંસ વગેરેનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ છે.

– પાલિતાણામાં સતી રાજબાઈનું મંદિર, સતુઆ બાબાનો આશ્રમ, હાટકેશ્વર મહાદેવ, કાળભૈરવ દાદાનું મંદિર, પાલિતાણાના શેત્રુંજય ડુંગરોમાં ઐતિહાસિક જૈન દેરાસરો (કુલ 863 દેરાસરો), અયંગરપીરની દરગાહ અને હેમચંદ્રાચાર્યની સમાધિ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. પાલિતાણા ખાતે ચૈત્ર સુદ તેરસના રોજ જૈન સમુદાયનો પવિત્ર મેળો ભરાય છે.

– શેત્રુંજય પર્વત ૫૨ આવેલા 863 મંદિરોનો વહિવટ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે

– વર્ષ 2010માં 61મા વન મહોત્સવ દરમિયાન પાલિતાણામાં ‘પાવક વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

– પાલિતાણા તાલુકામાં શેત્રુંજી નદી પર રાજસ્થળી ગામે રાજસ્થળી ડેમ બાંધવામાં આવ્યો છે.

– આધુનિક યુગમાં બંધાયેલુ ‘સમવસરણ’ જૈન મંદિર શેત્રુંજય પર્વત પર આવેલું છે.

પાલીતાણા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

પાલીતાણા તાલુકામાં પ્રખ્યાત

  • 1