મહુવા
Table of Contents
Toggleમહુવા તાલુકા વિશે
તાલુકો
મહુવા
જિલ્લો
ભાવનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
125
વસ્તી
1,20,685
ફોન કોડ
02844
પીન કોડ
364290
મહુવા તાલુકાના ગામડા
મહુવા તાલુકા વિશે માહિતી
માલણ નદીના કિનારે મહુવા વસેલું છે જેનું પ્રાચીન નામ ‘મધુમતિ’ કે ‘મધુપુરી’ હતું. મહુવાને ‘સૌરાષ્ટ્રનું કાશ્મીર’ કહેવામાં આવે છે.
– સંત મોરારી બાપુનું જન્મ સ્થળ અને આશ્રમ તલગાજરડા મહુવા તાલુકામાં આવેલું છે. અહીં હનુમાન જયંતીના દિવસે પ્રાથમિક શાળાના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેને ‘અસ્મિતા પર્વ’ તરીકે ઓળખવામાં આવે છે.
– સંત બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા મહુવા તાલુકામાં આવેલો છે. અહીં બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે.
– ઊંચા કોટડા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલ છે. ઉપરાંત કાળીયા ભીલની કોઠી આવેલી છે. કહેવાય છે કે કાળીયો ભીલ જ્યારે વહાણ લૂંટવા જતો ત્યારે માતાજીની પરવાનગી લઈને જતો.
–
દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ગામે ચારણ પરિવારમાં થયો હતો. તેઓ કાગબાપુ તરીકે જાણીતા હતા. તેમની વાણી ‘કાગવાણી’ જે સાત ભાગમાં પ્રકાશિત થઈ છે. દુલાભાયા કાગની યાદમાં તેમની પુણ્યતિથિએ ‘કવિ કાગ પુરસ્કાર’ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. વિનોબા બાવની, ચંદ્ર બાવની, સોરઠ બાવની, શક્તિ ચાલીસા, ગુરુમહિમા વગેરે તેમના ગ્રંથો છે. ભારત સરકારે તેમને ઈ.સ. 1962માં પદ્મશ્રી પુરસ્કાર આપ્યો હતો અને ઈ.સ. 2004માં ભારત સરકારે તેમના માનમાં તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
દુલાભાયા કાગ
મહુવા ખાતે હાથીદાંતની બનાવટ માટેનું કેન્દ્ર આવેલું છે.
–
– મહુવા તાલુકાના કળસાર ખાતે આવેલ ફિરંગી દેવળ એક જોવાલાયક સ્થળ છે.
મહુવા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
મહુવા તાલુકામાં પ્રખ્યાત
- 1