ભાવનગર
Table of Contents
Toggleભાવનગર જિલ્લાના તાલુકા
ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા
ભાવનગર જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભાવનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી
ભાવનગર જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
ભાવનગર
ક્ષેત્રફળ
8,334 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-04
સાક્ષરતા
75.52%
સ્ત્રી સાક્ષરતા
66.08%
પુરુષ સાક્ષરતા
84.39%
વસ્તી
23,88,291
સ્ત્રી વસ્તી
11,51,475
પુરુષ વસ્તી
12,36,816
વસ્તી ગીચતા
287
જાતિ પ્રમાણ
933
નગરપાલિકા
6
ગામડાઓની સંખ્યા
678
ગ્રામ પંચાયત
662
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
7 – (મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ)
ભાવનગર જિલ્લાની સરહદ
- ઉત્તર – બોટાદ,
અમદાવાદ - દક્ષિણ – અરબસાગર
- પૂર્વ – ખંભાતનો અખાત
- પશ્ચિમ – અમરેલી
ભાવનગર જિલ્લાનો ઇતિહાસ
- ઈ.સ. 1722-23માં પિલાજી ગાયકવાડ અને કંથાજી ગાયકવાડે ગોહિલોની રાજધાની પર આક્રમણ કર્યુ અને ગોહિલ રાજપૂતોને હારનો સામનો કરવો પડયો.
- હારનું મુખ્ય કારણ શિહોરની ભૌગોલિક પરિસ્થિતિ છે. તેથી એવું માનીને મહારાજા ભાવસિંહજી ગોહિલે અખાત્રીજના દિવસે નવી રાજધાની તરીકે ભાવનગરની સ્થાપના વડવા પાસે કરી હતી.
- સૌરાષ્ટ્રની ‘સંસ્કારી નગરી’ તરીકે જાણીતુ કૃષ્ણકુમાર સિંહજીના નેજા હેઠળ કાઠીયાવાડ એજન્સીનું પ્રથમ વર્ગનું 15 જાન્યુઆરી, 1948માં ભારતીય સંઘમાં જોડાનાર સૌપ્રથમ રાજ્ય ભાવનગર હતું.
- ગુપ્ત વંશમાંથી ગુજરાતને ગુપ્ત વંશના સેનાપતિ વિજયસેન ભટ્ટાર્કે આઝાદ કરાવ્યું હતું અને તેમણે ઈ.સ. 470માં મૈત્રક વંશની સ્થાપના દ્રોણમુખ પાસે કરી હતી. (જ્યાં જળ અને સ્થળ મળતા હતા તેને દ્રોણમુખ કહેવામાં આવતું.) તેમણે પોતાની રાજધાની ગિરિનગર(જૂનાગઢ)થી વલભીપુર ખાતે ખસેડી હતી. વિજયસેન ભટ્ટાર્કને ગુજરાતના ઈતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.
- મૈત્રક વંશમાં ભટ્ટાર્ક, દ્રોણસેન, ધ્રુવસેન પહેલો, શિલાદિત્ય પહેલો, ધ્રુવસેન બીજો, ધરસેન, શિલાદિત્ય સાતમો જેવા શાસકો થઈ ગયા છે.
- ઈ.સ. 512માં વલભી ખાતે ધ્રુવસેન યુવસેન પ્રથમના સમયમાં ક્ષમાશ્રવણના અધ્યક્ષપદે બીજી જૈન પરિષદ ભરાઈ હતી. જેમાં જૈન ધર્મના ગ્રંથ આગમોનું સંકલન કરવામાં આવ્યું હતું. (પ્રથમ જૈન પરિષદ ઈ.સ. પૂર્વે 298માં સ્થૂળભદ્રના અઘ્યક્ષપદે રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરાઈ હતી.)
- શિલાદિત્ય સાતમાના સમયમાં કાકુ નામના વણિકે સિંધના હાકેમ હિશામને વલભી પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું. હાકેમના સેનાપતિ ઉમર-બિન-ઝમાલે શિલાદિત્ય સાતમાને હરાવીને વલભી પર આણ વર્તાવીને વલભીનો નાશ કર્યો.
- ઘેલો નદીના કાંઠે મૈત્રક વંશના રાજા ધરસેન પ્રથમે વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
- મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત લીધી હતી અને તેમણે પોતાના ગ્રંથ સી-યુ-કીમાં વલભીને સમૃદ્ધ પ્રદેશ ગણાવ્યો હતો.
- ભારતના મધ્યયુગના અંતિમ અને પ્રતાપી સમ્રાટ હર્ષવર્ધને તેમની પુત્રીના લગ્ન મૈત્રક વંશના ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા.
- ગોહિલ રાજપૂતોએ રાજસ્થાનના મારવાડમાં સત્તા ટકાવી રાખવા માટે અવાર-નવાર નાના-મોટા યુદ્ધોનો સામનો કરવો પડતો હતો. તેથી ગોહિલ રાજપૂતો કંટાળીને ઈ.સ. 1260માં ગુજરાતના સાગ૨ કાંઠા ત૨ફ આવ્યા અને ઉમરાળા, શિહોર અને સેજકપુર(રાણપુર) એમ કુલ ત્રણ પ્રાંતમાં ગોહિલ રાજપૂતોએ પોતાની રાજધાની બનાવી હતી.
- ભાવનગરની સ્થાપના ગોહિલવંશના રાજા ભાવસિંહજી પહેલાએ ઈ.સ. 1723 (વિક્રમ સંવત 1779)માં વડવા ગામ પાસે કરી હતી તથા તેનો વિકાસ મહારાજા તખ્તસિંહજીને આભારી છે. ગોહિલ રાજવી સેજકજી ગોહિલના નામ પરથી ભાવનગર જિલ્લાના વિસ્તારને ‘ગોહિલવાડ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ વિસ્તારને દ્રોણમુખ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
- ભાવનગરમાં બીજા ઘણા નાના-મોટા રજવાડા હતા જેમાં મુખ્ય બે રજવાડા પાલિતાણા અને ભાવનગર મહત્વના ૨જવાડાઓ હતા. ભાવનગર પ્રથમ વર્ગનું રજવાડું હતું, જેનું શાસન ગોહિલ વંશજો દ્વારા થતું હતું જેમને ‘મહારાજા’ની ઉપાધિ આપવામાં આવતી હતી. જ્યારે પાલિતાણા બીજા વર્ગનું રજવાડું હતું, જેનું શાસન પણ ગોહિલ વંશ દ્વારા જ થતું હતું. જેમને ‘ઠાકોર સાહેબ’ ની ઉપાધિ આપવામાં આવતી હતી.
- ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ગંગા ઓઝાની વિનંતીથી ગાંધીજીની અધ્યક્ષતામાં ઈ.સ.1925માં યોજાયું હતું.(કાઠીયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન વિઠ્ઠલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે ઈ.સ. 1921માં ભરાયું હતું)
- ઈ.સ.1932માં ભાવનગરના ટાઉનહોલમાં રજવાડાની ધારાસભામાં કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો.
- દેશી રજવાડાના વિલીનીકરણ સમયે ભાવનગરના સૌપ્રથમ રાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને પોતાનું રજવાડું ભારતસંઘમાં જોડવા માટે કહ્યું. આઝાદી બાદ કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસ (તમિલનાડુ) ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં.
- પાલિતાણા નજીક આવેલ વીજાનો નેસ ભારતનું સૌથી નાનું રજવાડું હતું. અહીં વિજાજી ગોહિલ નામના વંશજો શાસન કરતા હતા. જેની વસતી માત્ર 210 હતી અને વિસ્તાર 0.75 ચો.કિ.મી. જેટલો હતો. જે સત્તાવાર સ્ટેટનો દરજ્જો ધરાવતું હતું. વિજાજી ગોહિલે અહીં વિજેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. આ વીજાનો નેસ રજવાડુ ભારતની આઝાદી સમયે 562 રજવાડા પૈકીનું સૌથી નાનું રજવાડું હતું. જેનું વિલીનીકરણ ભાવનગર સ્ટેટ સાથે જ ભારતસંઘ સાથે કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ રજવાડાનો ઉલ્લેખ ઈ.સ. 1885નું બોમ્બે ગેઝેટિયર, ઈમ્પિરિયલ ગેઝેટિયર ઉપરાંત સરદાર પટેલના સેક્રેટરી વી.પી.મેનને પણ પોતાના પુસ્તકોમાં કર્યો છે. આ રજવાડું ઈ.સ.1947માં ગુજરાત કે ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી નાનું રજવાડું હતું.
ભાવનગર જિલ્લાની ભૌગોલિક માહિતી
- ભાવનગર જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.
ભાવનગરમાં આવેલી નદીઓ
- ઘેલો નદી
- સૂકભાદર નદી
- કાળુભાર નદી
- રંઘોળી નદી
- શેત્રુંજી નદી
- માલણ નદી
- બગડ નદી
- કેરી નદી
- ગૌતમી નદી
- શેત્રુંજી નદી ભાવનગર નજીક સરતાનપર પાસે ખંભાતના અખાતમાં મળનારી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે.
ભાવનગર નદી કિનારે વસેલા શહેરો
- ઘેલો નદીના કિનારે વલભીપુર
- માલણ નદીના કિનારે મહુવા
- બગડ નદીના કિનારે બગદાણા
ભાવનગર આવેલા બેટ
- જેગરીબેટ
- પીરમબેટ
- સુલ્તાનપુર બેટ
- માલબેંક બેટ
- રોણીયો બેટ
ભાવનગર આવેલા પર્વતો
- શેત્રુંજય
- થાપો
- લોચ
- ઈસાળવા
- શાંત શેરી
- મોરધાર
- શિહોરી માતાનો ડુંગર
- લોગડી
- ખોખરા
- તળાજાના ડુંગરો
ભાવનગર પ્રદેશોની ઓળખ
- ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેના પ્રદેશને ‘ગોહિલવાડ’ તરીકે ઓળખવામાં આવે છે.
- યુકેલિપ્ટસ (નીલગીરીના વૃક્ષો) સૌથી વધુ થતા હોવાથી ભાવનગર ‘યુકેલિપ્ટસના જિલ્લા’ તરીકે ઓળખાય છે.
ભાવનગર જાતિ પ્રમાણ
- સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસતી (ST) ભાવનગર જિલ્લામાં છે.
- (સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસતી દાહોદ જિલ્લામાં છે જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિની સૌથી વધુ વસતી ડાંગ જિલ્લામાં છે.)
ભાવનગરમાં આવેલા અભયારણ્ય
- વેળાવદર બ્લેકબુક (કાળિયાર) નેશનલ પાર્ક
- હાથબ કાયબા ઉછેર કેન્દ્ર
- વિકટોરીયા પાર્ક
ભાવનગર જિલ્લાની આર્થિક માહિતી
ભાવનગર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈમથક, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં દાડમ, જામફળ, જુવાર, ઘઉં, કપાસ, મગફળી, બાજરી, ડુંગળી, કેળાં વગેરે પાક થાય છે.
- દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે તથા જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા નંબરે આવે છે.
- ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. (સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે)
- ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ થાય છે. તેમજ મહુવા ખાતે આવેલ ડુંગળીનો ડીહાઈડ્રેશન પ્લાન્ટ જાણીતો છે. અહીં આવેલ છતરિયા ડીહાઈડ્રેશન પ્લાન્ટ આંતર રાષ્ટ્રીય ઓળખ ધરાવે છે.
- જમાદાર કેરીના પાક માટે મહુવા તાલુકો જાણીતો છે.
ખનીજ
- ભાવનગર મુલતાની માટી અને પ્લાસ્ટિક કલેના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને આવે છે.
- અકીક, કેલ્સાઈટ અને બેન્ટોનાઈટ જેવા ખનીજો ભાવનગરમાંથી મળી આવે છે. બેન્ટોનાઈટ ખનીજનો ઉપયોગ ખનીજ તેલ શુદ્ધિકરણ, રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગમાં થાય છે.
ઉદ્યોગો
- ભાવનગર વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
- વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું પ્રથમ નંબરનું સૌથી મોટું જહાજ ભાંગવાનું યાર્ડ અલંગ ખાતે આવેલું છે. જ્યારે, જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં બીજા નંબરનું યાર્ડ છે. (જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયાનું સૌથી મોટું યાર્ડ શાંઘાઈ (ચીન)માં આવેલ છે.)
- હીરા ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખેતીનાં ઓજારો બનાવવાનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, માટીનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ અહીં વિકાસ પામ્યા છે.
ડેરી ઉદ્યોગ
- દૂધ સરિતા ડેરી
- સર્વોત્તમ ડેરી
બંદરો
- અલંગ બંદર
- મહુવા બંદર
- ઘોઘા બંદર
- ભાવનગર બંદર
સિંચાઈ યોજના
- રાજસ્થળી ડેમ
- હમીરપરા ડેમ
વિદ્યુત મથક
- ભાવનગર લિગ્નાઈટ થર્મલ પાવ૨સ્ટેશન ઘોઘા તાલુકાના પડવા ગામે આવેલું છે.
- 250 મેગાવોટના લિગ્નાઈટ આધારિત બે પાવર સ્ટેશન એનર્જી કંપની લિમિટેડ દ્વારા હાલ કાર્યરત છે.
- આ કંપની ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે.
સંશોધન કેન્દ્ર
- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિયૂટ
- ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 51 (નવા નંબર પ્રમાણે) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
હવાઈ મથક
ભાવનગર
રેલવે સ્ટેશન
- ભાવનગર રેલવે સ્ટેશન
- શિહોર રેલવે સ્ટેશન
- પાલિતાણા રેલવે સ્ટેશન
- તળાજા રેલવે સ્ટેશન
- મહુવા રેલવે સ્ટેશન
- ધોળા રેલવે સ્ટેશન
ભાવનગર જિલ્લાની વિકાસગાથા
- ભાવનગરના વજેસિંહ ઠાકોર અને અંગ્રેજો વચ્ચે 8 સપ્ટેમ્બર, 1840ના રોજ થયેલ કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણુ ઈમ્પિરિયર રૂપિયો હતો, તેમાં તાંબા અને ચાંદીના સિક્કાનો સમાવેશ થતો હતો.
- ભાવનગર ખાતે ઈ.સ.1852માં મહારાજા જશવંતસિંહજીના સમયમાં સૌપ્રથમ પ્રાથમિક શાળા શરૂ થઈ હતી.
- આઝાદી પહેલા ભાવનગર ગોહિલવાડ તરીકે જાણીતું હતું અને સૌથી મોટા રજવાડાઓમાં સમાવેશ થતો હતો.
- આધુનિક ભાવનગરની કાયાપલટ મહારાજા તખ્તસિંહજીએ કરી હતી. તેમણે ઈ.સ. 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે રેલવે લાઈનને મંજૂરી આપી હતી.
- તેમણે શાળાઓ, હાઈસ્કૂલો, હોસ્પિટલ, રેલવે જેવી સુવિધાઓનો વિકાસ કર્યો હતો. શામળદાસ કોલેજ પણ મહારાજા તખ્તસિંહ દ્વારા બનાવાઈ હતી. આ કોલેજમાં ગાંધીજીએ થોડો સમય અભ્યાસ કર્યો હતો.
- મહારાજા ભાવસિંહજી બીજા કલાપ્રિય રાજા હતાં. તેમણે પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્માને ભાવનગર બોલાવીને તેમણે પોતાના રાજ્યોના કલાકારોને કલા વિદ્યા શીખવી હતી.
- ભાવસિંહજીએ નીલમબાગ પેલેસમાં પિતળીયો બંગલો સંગીત દરબાર માટે અલગ રાખ્યો હતો. જયાં સવાર – સાંજ સંગીત દરબાર ભરાતા હતાં. કલાકાર ડાહ્યાલાલ તથા સૂરજરામ નાયકએ વ્રજ ભાષામાં પદોની રચના કરીને ગાતા તથા બિનવાદક રહીમખાન, ગાયિકા ચંદ્રભાગા જેવા કલાકારો દરબારમાં શોભા વધારતા. ભાવસિંહજી દ્વારા સંગીતમાળાને ચાર ભાગમાં (હેરેસિયમ, ઈલિયર્ડ, સંગીત બાલોપદેશ, સંગીત વિનોદ) વિભાજીત કરીને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં.
- સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી દાખલ કરનાર ગોહિલવાડના રાજવી ભાવસિંહજી ગોહિલ-2 હતા. ગોહિલવાડના આ રાજવી ભાવસિંહજી ગોહિલ-2 એ ભાવનગર ખાતે દરબાર સેવિંગ બેંક સ્થાપી હતી.
- જે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે જાણીતી હતી જે હાલ વિલીનીકરણ બાદ State Bank of India તરીકે જાણીતી છે.
- ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટણી, ગૌરીશંકર (ગંગા ઓઝા) ઓઝા, દીવાન શામળદાસ ગાંધી વગેરેએ શહેરનો સારો એવો વિકાસ કર્યો હતો. દિવાન શામળદાસ ગાંધીના નામ પરથી તખ્તસિંહજી ગોહિલ દ્વારા ઈ.સ. 1885માં ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ ‘શામળદાસ કોલેજ‘ની સ્થાપના કરવામાં આવી હતી.
- ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાવનગર ખાતે ‘લોકમિલાપ’ (પુસ્તકોના વેચાણ માટેનું કેન્દ્ર) સંસ્થાની સ્થાપના કરી હતી.
- આ ઉપરાંત રવિશંકર રાવળનું કલામંડળ ‘આકાર’ અને નાનાભાઈ ભટ્ટ અને ગીજુભાઈ બધેકા દ્વારા આંબલાગામ ખાતે આવેલી ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થાઓ જાણીતી છે.
- ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ ATM શરૂ કરનાર ભાવનગર જિલ્લો છે. આ હેલ્થ ATM પાલિતાણા તાલુકાના ઘેટી ગામે વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું છે. આ ATMમાં ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા, લોહી અને યુરિન સહિતના 41થી વધારે ટેસ્ટ કરી શકાય છે. આ ટેસ્ટનું પરિણામ તજજ્ઞોને ફોરવર્ડ કરી વીડિયો કોન્ફરન્સથી જરૂરી સલાહ અને સારવારનું લિસ્ટ પ્રિન્ટ કરાવી શકાય છે.
- ભાવનગરમાં ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું.
- ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેપ્ટિવ બ્રીડીંગ પ્રોજેકટ ખડમોર પક્ષી માટે શરૂ ક૨વામાં આવ્યું.
- 22 ઓકટોબર, 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઘોઘા અને ભરૂચના વાગરા તાલુકાના દહેજ વચ્ચે રો-રો ફેરી શરૂ કરવામાં આવી છે.
- વર્ષ 2020માં નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતના હજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
ભાવનગર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
ભાવનગર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
વાવ - તળાવ - સરોવર
- બ્રહ્મકુંડ
- ગૌતમ કુંડ
- તાતણિયો ધરો
- ગૌરીશંકર તળાવ (બોર તળાવ)
- શિહોર તળાવ
- ગંગાજળીયા તળાવ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- નીલમબાગ પેલેસ
- ભાવવિલાસ પેલેસ
મેળા - ઉત્સવો
- ગોપનાથનો મેળો
- નકળંગનો મેળો
લોકનૃત્ય
- ઢોલોરાણો નૃત્ય
- મટકી નૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
- બાર્ટન મ્યુઝિયમ
- તામ્ર પત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય
ગ્રંથાલયો - ગ્રંથભંડાર
- બાર્ટન લાયબ્રેરી
- આત્મારામજી જૈન લાયબ્રેરી
- ગાંધી સ્મૃતિ લાયબ્રેરી
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ભાવનગર યુનિવર્સિટી
- લોકભારતી વિદ્યાપીઠ
- ભાવસિંહજી પોલિટેકનિક
- શામળદાસ કોલેજ
- દક્ષિણામૂર્તિ ગ્રામ વિદ્યાલય
- પ્રભાશંકર પટ્ટણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
ભાવનગર જિલ્લાના વિરલ વ્યક્તિઓ
ભાવનગર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ચિત્રકલા ક્ષેત્રે, સંગીતકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- નરસિંહ કૃષ્ણદાસ મહેતા (જન્મઃ તળાજા)
- ગંગાસતી (જન્મઃ રાજપરા, મૂળનામ: ગંગાબાઈ કહળસંગ ગોહિલ, ઉપનામઃ સોરઠની મીરાંબાઈ, હીરા બા)
- શરીફાબેન કાસમભાઈ વીજળીવાળા(જન્મઃ જીંથરી)
- ઈનુસ વીજળીવાળા
- મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી (જન્મ: મુબંઈ, કર્મભૂમિઃ ભાવનગર)
- ભારતના ફેવિકોલમેન તરીકે જાણીતા બળવંતરાય કલ્યાણજી પારેખ (જન્મ: મહુવા, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક)
- દુલાભાયા કાગ ‘કાગબાપુ’ (જન્મ : સોડવદરી, તા. મહુવા, કર્મભૂમિ : મજાદર, રાજુલા)
- પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મઃ ભાવનગર)
- કવિ ત્રાપજકર (કવિ પરમાનંદ મણિશંકર ભટ્ટ)
- બરકત અલી ગુલામ હુસેન વિ૨ાણી ‘બેફામ’ (જન્મઃ ઘાંઘળી)
- નાથાલાલ દવે (જન્મઃ ભુવાગામ)
- ધના કેશવ કાકડિયા (ધના ભગત)
- નાનાભાઈ ભટ્ટ (જન્મઃ ભાવનગર)
- કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી (જન્મઃ ઉમરાળા)
- જયંતિલાલ રતિલાલ ગોહિલ ‘માય ડિયર જયુ’ (જન્મ: ટાણા)
- પરિક્ષિતલાલ લલ્લુભાઈ મજુમદાર (જન્મઃ પાલિતાણા)
- ડો. હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (જન્મઃ મહુવા)
- સ્થપતિ પ્રભાશંકર સોમપુરા (જન્મઃ પાલિતાણા)
ચિત્રકલા ક્ષેત્રે
- રવિશંકર રાવળ (કલાગુરુ)
- સોમાલાલ શાહ
- ખોડીદાસ પરમાર (ધરતીના ચિત્રકાર)
- જ્યોતિ ભટ્ટ
- ગારિયાધારના શંભુભાઈ ત્રિવેદી
સંગીતકલા ક્ષેત્રે
- યશવંત પુરોહિત
- ડાહ્યાલાલ નાયક
- રસીકલાલ ભોજક
- રસિકલાલ અંધારીયા
સામાજિક ક્ષેત્રે
- અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઉપનામ: ઠક્કરબાપા, કર્મભૂમિ : પંચમહાલ)
- સંત મોરારી બાપુ (જન્મઃ તલગાજરડા)
- રાજ કવિ પીંગળશીભાઈ.
રાજકીય ક્ષેત્રે
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓમાં બળવંતરાય મહેતા
- ઘનશ્યામભાઈ ઓઝા
- છબીલદાસ મહેતા.