જલાલપોર
Table of Contents
Toggleજલાલપોર તાલુકા વિશે
તાલુકો
જલાલપોર
જિલ્લો
નવસારી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
75
વસ્તી
16,246
ફોન કોડ
02637
પીન કોડ
396421
જલાલપોર તાલુકાના ગામડા
જલાલપોર તાલુકાનો ઇતિહાસ
જલાલપોર તાલુકામાં આવેલ દાંડી એ ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છે. જ્યાં તેઓએ 6 એપ્રિલ, 1930ના રોજ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
30 જાન્યુઆરી, 2019ના રોજ આ સ્થળે નરેન્દ્રભાઈ મોદી દ્વારા મીઠા સત્યાગ્રહ સ્મારક(સ્થપતિ-સદાશિવ સાઠે દ્વા૨ા તેનું સ્મારક તૈયાર કરાયું છે.) અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં, મહાત્મા ગાંધી સાથે જોડાયેલા દાંડીકૂચના 81 લડવૈયાઓની પ્રતિમા મૂકવામાં આવી છે. ઉપરાંત, મ્યુઝિયમમાં ગાંધીજીના દાંડી સત્યાગ્રહ અને તેમના જીવનનું દર્શન ક૨ાવતી કલાકૃતિઓ મૂકવામાં આવી છે.
મીઠા સત્યાગ્રહ સ્મારક
ભારતની આઝાદીના 75 વર્ષ (15 ઓગસ્ટ, 1947 15 ઓગસ્ટ, 2022)ની ઉજવણીના ભાગરૂપે 12 માર્ચ, 2021ના રોજ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ૨દ્ હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો હતો. દાંડીયાત્રા દ્વારા સ્વતંત્રતા આંદોલનને વેગ મળ્યો હતો તેથી દાંડીકૂચની 91મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ, પોરબંદર, રાજકોટ, માંડવી, કચ્છ, બારડોલી, દાંડી જેવા ઐતિહાસિક સ્થળો ઉપરાંત 75 સ્થળોએ દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જલાલપોર તાલુકાના મરોલી ખાતે કસ્તુરબા સેવા આશ્રમ આવેલો છે. અહીં માનસિક રોગની હોસ્પિટલ આવેલી છે. ઉભરાટ બીચ જલાલપોર
તાલુકામાં આવેલો છે. કસ્તૂરબા સેવા આ સ્થળે અનંત ચૌદશના દિવસે ચંદની પડવાનો મેળો ભરાય छे.
જલાલપોર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
જલાલપોર
1