ખેડા

Table of Contents

ખેડા જિલ્લાના તાલુકા

ખેડા, નડીયાદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો

ખેડા જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ખેડા જિલ્લાની રચના કરવામાં આવી હતી

ખેડા જિલ્લા વિશે

તાલુકા

10

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

નડીયાદ

ક્ષેત્રફળ

3,953 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-07

સાક્ષરતા

82.65%

સ્ત્રી સાક્ષરતા

73.49%

પુરુષ સાક્ષરતા

91.31%

વસ્તી

20,48,861

સ્ત્રી વસ્તી

9,91,111

પુરુષ વસ્તી

10,57,750

વસ્તી ગીચતા

582

જાતિ પ્રમાણ

940

નગરપાલિકા

10

ગામડાઓની સંખ્યા

531

ગ્રામ પંચાયત

520

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

6 – (માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસર, કપડવંજ)

ખેડા જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     ગાંધીનગર,
                           અરવલ્લી,
                           મહીસાગર
  • દક્ષિણ    –     આણંદ
  • પૂર્વ          –     પંચમહાલ,
                           વડોદરા
  • પશ્ચિમ     –     અમદાવાદ
Kheda

ખેડા જિલ્લાનો ઇતિહાસ

  • ખેડા જિલ્લો, ‘વાત્રક’ અને ‘શેઢી’ નદીના સંગમ પર સ્થિત છે. ઈ.સ. 1817માં બ્રિટિશ શાસન હેઠળ આવી ગયો અને બોમ્બે પ્રાંતનો ભાગ બની ગયો. 20મી સદીની શરૂઆતમાં, બ્રિટિશ શાસન દરમિયાન, ગુજરાતમાં સ્વતંત્રતાના અનેક આંદોલનો થયા. તે સમય દરમિયાન, ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના લોકોએ બ્રિટિશ સરકાર સામે અનેક આંદોલનો કર્યા, જેમાં ઈ.સ. 1917-18માં થયેલ ‘ખેડા સત્યાગ્રહ’ અને ઈ.સ. 1923માં ‘બોરસદ (હાલ આણંદ) સત્યાગ્રહ’ મુખ્ય છે.

  • ઈ.સ. 788માં વલભીના પતન પછી, રાષ્ટ્રકૂટના શાસક કારકા બીજાએ લાટ રાજ્યનું વિસ્તાર વધારીને પોતાની રાજધાની ખેટકમાં ખસેડી હતી. રાષ્ટ્રકૂટના સત્તાનો વિસ્તાર કારકા બીજાએ કર્યો હતો.

  • પ્રાચીન સમયમાં, ખેડાને ‘ખેટક’ તરીકે ઓળખવામાં આવતું હતું, અને તે સમય દરમિયાન અહીં મયુરધ્વજ નામના રાજાનું શાસન હતું.

  • ઈ.સ. 1830માં, ખેડૂતોને અંગ્રેજોએ અમદાવાદના જિલ્લામાં ગણ્યું હતું, પરંતુ ઈ.સ. 1833માં આ જિલ્લામાં વધુ પડતું અનુરૂપ જિલ્લા તરીકે જાહેર કર્યું હતું.

ખેડા જિલ્લાની ભૌગોલિક માહિતી

  • ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે.

  • ખેડા જિલ્લાની સીમાઓ સાત અન્ય જિલ્લાઓને સ્પર્શે છે. તે જ રીતે, અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જિલ્લાઓની સીમાઓ પણ સાત જિલ્લાઓને સ્પર્શે છે.

  • ઈ.સ.1997માં આણંદ જિલ્લાને ખેડા જિલ્લાનામાંથી અલગ કરવામાં આવ્યો. આ ભેદના પહેલાં, જિલ્લાનું મુખ્ય મથક ખેડા હતું, પરંતુ વિભાજન પછી નડિયાદને મુખ્ય મથક બનાવવામાં આવ્યું. 2013માં, ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાંથી મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો.

  • ખેડા જિલ્લામાં દૂધાળાં પશુઓનો સંખ્યા સૌથી વધારે છે.

ખેડામાં આવેલી નદીઓ

  • વાત્રક નદી
  • મહાર નદી
  • લૂણી નદી
  • મહી નદી
  • સાબરમતી નદી
  • ખારી નદી
  • મેશ્વો નદી
  • શેઢી નદી

ખેડા નદી કિનારે વસેલા શહેરો

  • ખેડા અને મહેમદાવાદ વાત્રક નદીના કિનારે
  • નડિયાદ શેઢી નદીના કિનારે
  • કપડવંજ મહાર નદીના કિનારે
  • ગળતેશ્વર મહી નદીના કિનારે
  • ગુજરાતની સૌથી લાંબી સહાયક નદી વાત્રક નદી છે. જે સાબરમતી નદીની સહાયક નદી છે.
  • મહી નદી ખેડા અને પંચમહાલ જિલ્લાની વચ્ચે સરહદ બનાવે છે. આ ઉપરાંત, ખેડા અને વડોદરાની પણ સરહદ બનાવે છે.

ખેડા પ્રદેશોની ઓળખ

  • ખેડા જિલ્લાની શેઢી નદીની ઉત્તર તરફ આવેલ પ્રદેશને ‘માળ’ તરીકે ઓળખવામાં આવે છે.

  • મહી અને શેઢી નદીઓ વચ્ચેનો પ્રદેશ, જે ખેડા અને આણંદ જિલ્લાને આવરી લે છે, ‘ચરોતર પ્રદેશ’ તરીકે ઓળખાય છે. કેટલાક વિસ્તારોમાં ઢાઢર અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ પણ ચરોતર પ્રદેશ તરીકે ગણવામાં આવે છે, જે ગુજરાતના હરિયાળા બગીચાની ઉપમા ધરાવે છે.

  • ચરોતર પ્રદેશ તમાકુના પાક માટે પ્રસિદ્ધ છે અને આ વિસ્તારમાં ફળદ્રુપતા પણ સૌથી વધુ છે. તેથી, આ વિસ્તારને ‘સોનેરી પાનના મુલક’ તરીકે ઓળખવામાં આવે છે. (ચરોતર શબ્દ સંસ્કૃતના ‘ચારુ’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘સુંદર’ થાય છે.)

  • ખેડા અને આણંદને ‘ચરોતર-ગોલ્ડન લીફ એરીયા’ તરીકે ઓળખવામાં આવે છે

ખેડા જિલ્લાની આર્થિક માહિતી

ખેડા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • તમાકુના ઉત્પાદનમાં તથા ડાંગરની ખેતીમાં ખેડા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
  • અહીં કેળાં, ઘઉં, જુવાર, મકાઈ, શેરડી, એરંડા, તુવેર, મગફળી, વરિયાળી, કપાસ વગેરે પાક પણ થાય છે.

ખનીજ

  • ખેડા જિલ્લામાંથી ચૂનાનો પથ્થ૨ અને ચિનાઈ માટી મળે છે.
  • નવાગામ અને કડાણા ગામ પાસેથી તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.

ઉદ્યોગો

  • અહીં બીડી, તમાકુ અને સિગારેટ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.
  • નડિયાદમાં ઓટો મોબાઈલ પાર્ટ્સ, કેબલ વાયર અને ઈલેકટ્રોનિકસના સાધનો બને છે.
  • ખેડા જિલ્લામાં લાકડા વહે૨વાની સૌથી વધુ મિલો આવેલી છે.

સિંચાઈ યોજના

  • ખેડા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે.
  • રાસ્કાવિયર (શેઢી કેનાલ)

સંશોધન કેન્દ્ર

  • મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર
  • ખેતી સંશોધન કેન્દ્ર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને નેશનલ એક્સપ્રેસ (NE) હાઈવે નં. 1 આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • નડિયાદ રેલવે સ્ટેશન
  • મહેમદાવાદ રેલવે સ્ટેશન
  • મહુધા રેલવે સ્ટેશન
  • ડાકોર રેલવે સ્ટેશન
  • ઠાસરા રેલવે સ્ટેશન

ખેડા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

ખેડા જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • મહંમદ બેગડાએ તેના સમયમાં નગરની રચના અને બાંધણી ખૂબ જ સુંદર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી. તે સમયે મહેમદનગરમાં ખુલ્લી ગટર યોજના શરૂ કરનાર મહંમદ બેગડો ભારતનો પ્રથમ હતો. તેણે ચાંદા-સૂરજ મહેલ, રોજારોજી, ભમ્મરિયો કૂવો, ઢૂંઢીયા વાવ વગેરે ઐતિહાસિક ઇમારતો પણ બાંધાવી હતી. 

  • ગુજરાતમાં કુલ 13 તોરણ છે, જેમાંથી હાલમાં માત્ર ત્રણ જ સચવાયેલા છે: વડનગર, કપડવંજ, અને દેવમાળ.

વાવ - તળાવ - સરોવર

  • ભમ્મરિયો કૂવો
  • ઠુંકાવાવ
  • કુંડ વાવ
  • પરિયેજ તળાવ
  • બત્રીસ કોઠાની વાવ
  • રાણી વાવ
  • શિવકુંડ
  • ગોમતી તળાવ
  • કાંઠાની વાવ
  • સીગર વાવ
  • કમંડલ કુંડ
  • રેવતી કુંડ
  • વો૨ી વાવ
  • મોટા ટોડાવાળી વાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ચાંદા સૂરજ મહેલ

મેળા - ઉત્સવો

  • માણેકઠારી પૂનમનો મેળો
  • ભાથીજી મહારાજનો મેળો (ફાગવેલનો મેળો)

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી
  • આઈ. કે. ચાવડાગ્રામ વિદ્યાપીઠ
  • રંગભારતી વિદ્યાપીઠ
  • શ્રી પીઠેશ્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ

ખેડા જિલ્લાના વિરલ વ્યક્તિઓ

ખેડા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સ્વતંત્ર સેનાની ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • બાલાશંકર કંથારિયા (જન્મ : નડિયાદ, ઉપનામ : કલાંત કવિ)
  • રણછોડભાઈ ઉદયભાઈ દવે (જન્મ : મહુધા)
  • ગોવર્ધનરામ ત્રિપાઠી (જન્મ : નડિયાદ, ઉપનામ : પંડિત યુગના પુરોધા)
  • રાજેન્દ્ર શાહ (જન્મ: ખેડા, ઉપનામ : રામ વૃંદાવની)
  • બકુલ ત્રિપાઠી (જન્મ : નડિયાદ, ઉપનામ: ઠોઠ નિશાળિયો)
  • પૂરુરાજ જોશી (જન્મ : નડિયાદ, ઉપનામ :સારસ્વત)
  • મણિલાલ નભુભાઈ દ્વિવેદી (જન્મ : નડિયાદ, ઉપનામ : અભેદમાર્ગના પ્રવાસી)
  • રાવજી છોટાલાલ પટેલ (જન્મ : વલ્લવપુરા, ખેડા)
  • ઈશ્વર પેટલીકર (જન્મ : પેટલી, ખેડા, ઉપનામ : નારાણય પરિવ્રાજક)

સ્વતંત્ર સેનાની ક્ષેત્રે

  • સરદાર વલ્લભભાઈ પટેલ (જન્મ : નડિયાદ)
  • ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશુભાઈ પટેલ (જન્મ : નડિયાદ)
  • ગુજરાતના મૂકસેવક
  • ગુજરાત રાજ્યનાં ઉદ્ઘાટક રવિશંકર મહારાજ
  • વિઠ્ઠલભાઈ પટેલ
  • મોહનલાલ પંડયા
  • ઈન્દુલાલ યાજ્ઞિક (જન્મ : નડિયાદ)
  • નરહરિ પરીખ
  • પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન (જન્મ : નડિયાદ, ઉપનામ : અલિન્ડ્રા)
  • વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા છોટુભાઈ પુરાણી (જન્મ : ડાકોર)

ચિત્રકલા ક્ષેત્રે

  • સોમાલાલ શાહ (જન્મ: કપડવંજ)
  • શિવ પંડયા(જન્મ : વસો)

ધાર્મિક ક્ષેત્રે

  • ભક્ત બોડાણા (વજેસંગ અથવા વિજયસિંહ ઠાકોર)
  • પૂજ્ય મોટા (જન્મ : સાવલી, પંચમહાલ)
  • ચૂનીલાલ આશારામ ભાવસાર
  • દાદા ભગવાન (મૂળ નામ : અંબાલાલ)