મહેમદાવાદ
Table of Contents
Toggleમહેમદાવાદ તાલુકા વિશે
તાલુકો
મહેમદાવાદ
જિલ્લો
ખેડા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
66
વસ્તી
48,000
ફોન કોડ
02694
પીન કોડ
387520
મહેમદાવાદ તાલુકાના ગામડા

મહેમદાવાદ તાલુકા વિશે માહિતી
મહેમદાવાદનું પ્રાચીન નામ મહમ્મુદાબાદ હતું. મહંમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મહેમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. અહીં 8 ખંડ ધરાવતો ભમ્મરિયો કૂવો આવેલો છે.
– મહેમૂદ બેગડાએ પોતાની બેગમની યાદમાં વાત્રક નદીના કિનારે ચાંદો-સુરજ મહેલ બંધાવ્યો હતો.
– મહેમદાવાદમાં સુપ્રસિદ્ધ મુબારક સૈયદનો મકબરો અને રોજારોજીનો રોઝો આવેલો છે. આ ઉપરાંત, સોજાલી ખાતે સૈફ—ઉદ્દીનની કબર આવેલી છે.
– વાત્રકના કિનારે ગણપતિજીનું શ્રી સિધ્ધી વિનાયક દેવસ્થાન આવેલું છે તથા મહેમદાવાદમાં માધવાનંદ આશ્રમ આવેલો છે.
–
મુઘલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટે ઉદ્યાન બનાવ્યો હતો.
– મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક ઈન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે.
– વસંત-રજબ સેવાદળનું કેન્દ્ર મહેમદાવાદ તાલુકામાં આવેલું છે.