મહેમદાવાદ

તાલુકો

મહેમદાવાદ

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

66

વસ્તી

48,000

ફોન કોડ

02694

પીન કોડ

387520

મહેમદાવાદ તાલુકાના ગામડા

અજબપુરા, અકલાચા, આમસરણ, અરેરી, બાર મુવાડા, બાવરા, ચારણના મુવાડા, ચારણના મુવાડા (ઇનામી), છાપરા, દાજીપુરા, દેવકી વણસોલ, ગાડવા, ઘોડાલી, ઘોડાસર, ગોકળપુરા, ગોઠાજ, હલદરવાસ, હાથનોલી, ઇઆવા, જાલમપુરા, જાળીયા, જિંજાર, કાચ્છઇ, કનીજ, કરોલી, કટકપુરા, કેસરા, ખંભોલી, ખાત્રજ, કોઠીપુરા, કુણા, મલાતજ, માંકવા, મહેમદાવાદ, મોદજ, મોટી અડબોલી, મોટી ટિંબલી, નાની અડબોલી, નાની ટિંબલી, નવાગામ (દોલપુરા), નવચેતન, નેનપુર, પહાડ, પહાડિયા, રાસ્કા, રતનપુરા, રીંછોલ, રોહિસ્સા, રુદણ, સાદરા, સમસપુર, સણસોલી, સરસવણી, શત્રુંડા, સિહુંજ, સોજાલી, સુંઢા, સુરજપુરા, ઉમેદપુરા, વડદલા, વમાલી, વણસોલ સુંઢા, વણસોલી, વરસોલા, વિરોલ, વાંઠવાલી
Mehmedabad

મહેમદાવાદ તાલુકાનો ઇતિહાસ

મહેમદાવાદનું પ્રાચીન નામ મહમ્મુદાબાદ હતું. મહંમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મહેમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. અહીં 8 ખંડ ધરાવતો ભમ્મરિયો કૂવો આવેલો છે.

– મહેમૂદ બેગડાએ પોતાની બેગમની યાદમાં વાત્રક નદીના કિનારે ચાંદો-સુરજ મહેલ બંધાવ્યો હતો.

– મહેમદાવાદમાં સુપ્રસિદ્ધ મુબારક સૈયદનો મકબરો અને રોજારોજીનો રોઝો આવેલો છે. આ ઉપરાંત, સોજાલી ખાતે સૈફ—ઉદ્દીનની કબર આવેલી છે.

– વાત્રકના કિનારે ગણપતિજીનું શ્રી સિધ્ધી વિનાયક દેવસ્થાન આવેલું છે તથા મહેમદાવાદમાં માધવાનંદ આશ્રમ આવેલો છે.

મુઘલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટે ઉદ્યાન બનાવ્યો હતો.

– મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક ઈન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે.

– વસંત-રજબ સેવાદળનું કેન્દ્ર મહેમદાવાદ તાલુકામાં આવેલું છે.

મહેમદાવાદ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

મહેમદાવાદ

1