નડીઆદ

તાલુકો

નડીઆદ

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

60

વસ્તી

3,30,400

ફોન કોડ

0268

પીન કોડ

387001

નડીઆદ તાલુકાના ગામડા

અખડોલ, અલિન્દ્રા, અલજડા, અંધજ, અરજણપુર કોટ, અરેરા, બામરોલી, ભુમેલ, બિલોદરા, ચકલાસી, ચલાલી, ડભાણ, દંતાલી, દાવડા, દાવાપુરા, દેગામ, ડુમરાલ, એરંડિયાપુરા, ફતેપુર, ગંગાપુર, ગુતાલ, હાથજ, હાથણોલી, જાવોલ, કલોલી, કામલા, કણજરી, કણજોડા, કેરીયાવી, મહોલેલ, મનજીપુરા, મરીડા, મિત્રાલ, મોંઘરોલી, નડીઆદ, નાના વગા, નરસંડા, નવાગામ, પાલૈયા, પલાણા, પાલડી, પીજ, પીપલગ, પીપળાતા, રાજનગર, રામપુરા, સલુણ તળપદ, સલુણ વાંટો, સીલોદ, સોડપુર, સુરાસામળ, થાલેડી, ટુંડેલ, ઉતરસંડા, વડતાલ, વલેટવા, વાલ્લા, વસો, વિણા, ઝારોલ
Nadiad

નડીઆદ તાલુકાનો ઇતિહાસ

નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે તથા તેનું પ્રાચીન નામ ‘નટપુર’ કે ‘નટિપ્રદ’ હતું.

– સાહિત્ય ક્ષેત્રે ગોવર્ધનરામ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠી, મનસુખરામ ત્રિપાઠી, ગઝલકાર બાલાશંકર કંથારીયા, મણીલાલ દ્વીવેદી વગેરે રત્નદીવડાઓનું જન્મ સ્થળ હોવાથી નડિયાદને ‘સાક્ષર નગરી’ તરીકે ઓળખવામાં આવે છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી

– નડિયાદમા સંતરામ મહારાજનું સંતરામ મંદિર આવેલું છે. આ ઉપરાંત, હરિદાસ બિહારી દાસ જેવા દિવાને (જૂનાગઢના) પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપ્યો હતો.

– વડતાલ વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર અને યાત્રાધામ તરીકે જાણીતું છે. અહીં, સહજાનંદ સ્વામીએ ઈ.સ.1824માં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.

સ્વામિનારાયણ મંદિર, વડતાલ

– શેઢી નદીના કિનારે શ્રી મોટા (ચુનીલાલ ભાવસાર)એ ઈ.સ. 1954માં નડિયાદ ખાતે હરિઓમ આશ્રમની સ્થાપના કરી હતી (પૂજ્ય મોટાનો બીજો આશ્રમ સુરતમાં આવેલો છે). આ આશ્રમને ‘સાધનાભૂમિ’ની ઉપમા મળેલ છે. જેમની કૃતિ જ્ઞાનગંગોત્રી અને વિજ્ઞાનકોષ હતી.

– મહાનવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના રચયિતા શ્રી ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર નડિયાદ ખાતે આવેલું છે. જે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન છે.

ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત નડિયાદ તાલુકાના પીજ ગામથી 15મી ઓગસ્ટ, 1975ના રોજ કરવામાં આવી હતી.

– મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા બંધાયેલ ડાહી લક્ષ્મી ગ્રંથાલય નડિયાદ ખાતે આવેલ છે.

નડિયાદનો લીલો ચેવડો પ્રખ્યાત છે.

નડીઆદ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

નડીઆદ

1