નવસારી

Table of Contents

નવસારી જિલ્લાના તાલુકા

નવસારી, વાંસદા, ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ

નવસારી જિલ્લાની રચના

નવસારી જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી હતી

નવસારી જિલ્લા વિશે

તાલુકા

6

સ્થાપના

2 ઓક્ટોબર, 1997

મુખ્ય મથક

નવસારી

ક્ષેત્રફળ

2,246 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-21

સાક્ષરતા

83.88%

સ્ત્રી સાક્ષરતા

78.83%

પુરુષ સાક્ષરતા

88.75%

વસ્તી

13,29,672

સ્ત્રી વસ્તી

6,51,507

પુરુષ વસ્તી

6,78,165

વસ્તી ગીચતા

592

જાતિ પ્રમાણ

961

નગરપાલિકા

4

ગામડાઓની સંખ્યા

372

ગ્રામ પંચાયત

368

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

4 – (નવસારી, વાંસદા, ગણદેવી, જલાલપોર)

નવસારી જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     સુરત,
                           તાપી
  • દક્ષિણ    –     વલસાડ
  • પૂર્વ          –     ડાંગ,
                           મહારાષ્ટ્ર
  • પશ્ચિમ     –    અરબ સાગર
Navsari

નવસારી જિલ્લાનો ઇતિહાસ

  • પૂર્ણા નદીના કિનારે વસેલું નવસારી ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નવસારીનો ઉલ્લેખ ટોલેમીએ પોતાની પુસ્તકમાં ‘નુસારીયા’ તરીકે કરેલ છે

  • તેમજ પૌરાણિક સમયમાં નવસારી નાગસારિકા, નાગમંડળ, નાગવર્ધક, નાગશાહી, નવસરેહ, નાગસારક, પારસીપુરી જેવાં નામોથી ઓળખાતું હતું. પારસીઓ સૌપ્રથમ હાલના નવસારીમાં આવ્યા ત્યારે તેમને અહીંની આબોહવા સારી લાગતા નવસારીનું ‘નઑ– સારી’ પરથી આજનું નવસારી નામ આપ્યાની લોકવાયકા છે. નવસારીમાં સોલંકી વંશ, ચાલુક્ય વંશ, મુઘલો, મરાઠાઓ, ગાયકવાડ અને અંગ્રેજો વગેરેએ શાસન કર્યું હતું. સ્વતંત્રતા પહેલાં નવસારી વડોદરાના ગાયકવાડી રાજ્યનું મુખ્ય શહેર હતું. જેને 1મે, 1949માં સુરત જિલ્લામાં સમાવવામાં આવ્યું હતું. આ શહેરને ઈ.સ.1964માં વલસાડ જિલ્લામાં સમાવવામાં આવ્યું. ઈ.સ.1997માં આ શહેરને જિલ્લો બનાવવામાં આવ્યો.

  • ચાલુક્ય વંશના રાજા પુલકેશી માળવા, લાટ અને ગુર્જર પ્રદેશમાં શાસન કરતા હતા.

  • ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજાના પુત્ર જયસિંહ વર્મા નવસારી સુધી શાસન ચલાવતા હતા. જયસિંહ વર્માના પુત્રનો શિલાલેખ નવસારીથી મળી આવ્યો હતો. જયસિંહના સમયમાં ત્રૈકુટક સંવત ચાલતો હતો.

  • સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ જીતીને સોલંકી સામ્રાજ્ય છેક નવસારી સુધી ફેલાવ્યું હતું. કર્ણદેવ પાસેથી અલાઉદ્દીન ખિલજીએ સત્તા છીનવીને નવસારી પર થોડો સમય શાસન કર્યું હતું.

  • ઔરંગઝેબના સમયમાં મરાઠાઓએ નવસારી ઉપર ખંડણી ઉધરાવીને પોતાની સત્તા જમાવી હતી.

  • શિવાજી મહારાજ અને ઔરંગઝેબના અવસાન બાદ પણ મરાઠાઓએ નવસારી પરની પકડ ટકાવી રાખી હતી. શિવાજી મહારાજના અવસાન પછી શાહુજી સત્તા પર આવ્યા. તેમના સેનાપતિ ખંડેરાવ દાભડ એ ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડ સુધી ખંડણી ઉઘરાવતા હતાં. ખંડેરાવના પુત્ર ત્ર્યંબકરાવ તથા દામાજીના ભત્રીજા પિલાજીરાવની નિમણૂક કરીને લશ્કરના ઉપરી બનાવ્યા હતાં. સમય જતા પિલાજીરાવ ‘ગાયકવાડ’ શાસનના સ્થાપક બન્યા હતાં. પિલાજીરાવે સોનગઢમાં સૌપ્રથમ ગાયકવાડ શાસનની સ્થાપના કરી તે સમયે નવસારીના પારસી મુનજી રૂસ્તમજીએ સોનગઢ જઈને નવસારીને મુસ્લિમ સત્તામાંથી મુકત કરવા અને પિલાજીરાવને નવસારી જીતવા આમંત્રણ આપ્યું આથી વિના તકરારે નવસારી ગાયકવાડ શાસનમાં સમાયું.

  • ખંડેરાવના સમયમાં નવસારીના સમગ્ર પ્રદેશની જમીન માપણી, સરકારી અમલદારો, ન્યાયતંત્ર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેનો ઉદય થયો હતો.

  • મરાઠાઓ બાદ પિલાજીરાવ ગાયકવાડે નવસારીમાં સત્તા સ્થાપી અને નવસારીના વિકાસમાં સયાજીરાવ ત્રીજાનો મહત્વનો ફાળો હતો. તેમણે રેલવે, રસ્તા, ટપાલ જેવી સુવિધાઓ ઊભી કરી હતી અને શહેરમાં સુધરાઈની (નગરપાલિકાની) રચના પણ કરી હતી.

  • 15મી સદી આસપાસ પારસીઓ નવસારી આવ્યા અને તેમને પટેલ ચાંગઆશાએ મલેસર વિસ્તારમાં વસવા માટે મદદ કરી.

  • ઈ.સ. 1857ના વિપ્લવ દરમિયાન તાત્યા ટોપે (રામચંદ્ર પાંડુરંગ યેવલેકર)એ નવસારીમાં દુધિયા તળાવના મંદિરમાં વસવાટ કર્યો હતો. અહીં તેમણે ટહેલદાસ નામ ધારણ કરીને વસવાટ કર્યાની લોકવાયકા છે.

  • વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધ્યક્ષ ડો. એન.આર.મહેતાના જણાવ્યા પ્રમાણે નવસારી અંગેનો સૌપ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઈ.સ.669માં બદામીના ચાલુકય રાજાના સમયના તામ્રપત્રમાં મળે છે.

  • મહાત્મા ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડીકૂચની શરૂઆત કરી હતી. આ દાંડીકૂચ 12 માર્ચ, 1930ના રોજ શરૂ થઈ હતી. 385 કિ.મી. નું અંતર કાપી 78 સાથીઓ સાથે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે 5 એપ્રિલ, 1930ના રોજ પૂરી થઈ. 6 એપ્રિલના રોજ સવારે ગાંધીજીએ દાંડીમાં ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડીકૂચ દરમિયાન કરાડી (તા.જલાલપોર) ગામેથી ગાંધીજીની ધડપકડ થઈ હતી.

નવસારી જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક નવસારી છે.
  • આ જિલ્લાની સ્થાપના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં 2 ઓકટોબર, 1997ના રોજ થઈ હતી.
  • નવસારી જિલ્લાની રચના વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી હતી.

નવસારીમાં આવેલી નદીઓ

  • મીઢોળા નદી
  • પૂર્ણા નદી
  • અંબિકા નદી
  • કાવેરી નદી
  • ઔરંગા નદી
  • ભૈરવી નદી

નવસારી નદી કિનારે વસેલા શહેરો

  • પૂર્ણા નદીના કિનારે નવસારી અને જલાલપોર
  • અંબિકા નદીના કિનારે ગડત (તા.ગણદેવી) અને વાંસદા

નવસારી પ્રદેશોની ઓળખ

  • નવસારી જિલ્લામાં ગણદેવીનો ગોળ અને બીલીમોરાનું વલસાડી સાગ જાણીતું છે.

  • નવસારી જિલ્લામાં વાંસદાની ટેકરીઓ આવેલી છે.

  • નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં સહ્યાદ્રિ પર્વતમાળામાં ગેબનશાહ તોરણીય, પીલવા અને અજમલગઢ જેવા ડુંગરો આવેલા છે.

  • નવસારી પ્રાચીન કાળમાં જરદોસ્થી એટલે કે જરીભરત કામ માટે જાણીતું હતું

  • નવસારીને ‘પુસ્તક નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ મુંબઈ વિધાનસભામાં (બૃહદ મુંબઈ) ચીખલી બેઠક પરથી ચૂંટાયા હતાં.

નવસારી જાતિ પ્રમાણ

  • સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા ગુજરાતના નવસારી જિલ્લામાં છે.
  • સૌથી વધુ શહેરી સાક્ષરતા ગુજરાતના નવસારી જિલ્લામાં છે.
  • સૌથી ઓછો વસતી વૃદ્ધિદર નવસારી જિલ્લામાં છે.
  • પારસીઓની સૌથી વધુ વસતી નવસારી જિલ્લામાં આવેલી છે.

નવસારીમાં આવેલા અભયારણ્ય

  • વાંસદારાષ્ટ્રીય ઉદ્યાન

નવસારી જિલ્લાની આર્થિક માહિતી

નવસારી જિલ્લાની આર્થિક માહિતી પાક, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં શેરડી, જુવાર, કેરી, ડાંગ૨, કપાસ, કઠોળ, ચીકુ વગરેના પાક લેવામાં આવે છે.

ઉદ્યોગો

  • બીલીમોરામાં વલસાડી સાગમાંથી રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ છે. આ ઉપરાંત બીલીમોરામાં હોડી બાંધવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

  • સાયણો, ખાંડ, ચર્મ ઉદ્યોગ, કાગળ, સુતરાઉ કાપડ, વહાણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ પણ વિકસ્યા છે.

  • દરિયાકિનારે મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે.

ડેરી ઉદ્યોગ

  • વસુધારા ડેરી

બંદરો

  • ઓજલ
  • બોરસી
  • ઉભરાટ
  • બીલીમોરા
  • જલાલપોર

સિંચાઈ યોજના

  • કેલીયા ડેમ
  • જુજ ડેમ

સંશોધન કેન્દ્ર

  • ફળ સંશોધન કેન્દ્ર
  • પશુ સંશોધન કેન્દ્ર
  • તેલીબિયાં સંશોધન કેન્દ્ર
  • કાગળ સંશોધન કેન્દ્ર
  • શેરડી સંશોધન કેન્દ્ર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો રાષ્ટ્રીય ધોરી માર્ગ 64 આ જિલ્લામાં છે. યુનેસ્કોએ તેને ‘વર્લ્ડ હેરિટેજ વે’ જાહેર કર્યો છે.

રેલવે સ્ટેશન

  • મરોલી રેલવે સ્ટેશન
  • નવસારી રેલવે સ્ટેશન
  • અમલસાડ રેલવે સ્ટેશન
  • બીલીમોરા રેલવે સ્ટેશન

નવસારી જિલ્લાની વિકાસગાથા

  • નવસારીના જમશેદજી જીજીભાઈની સહાયથી અહીં ઈ.સ. 1848માં કુમાર શાળા અને ઈ.સ. 1853માં કન્યા શાળાની શરૂઆત થઈ હતી.

  • વડોદરાના ગાયકવાડ રાજ્યમાં જૂનામાં જૂની નગ૨પાલિકામાં નવસારી નગરપાલિકા હતી. જેની સ્થાપના ઈ.સ. 1863માં થઈ હતી.

  • નવસારીની ઉત્તરે અમરશાંતિ ટાવરો આવેલા છે. તેમાં સૌથી મોટો ટાવર શ્રી નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવળબાઈના સ્મરણાર્થે ઈ.સ.1878માં બંધાવ્યો હતો.

  • પારસી સમુદાયના લોકો એ નવસારીની આગવી ઓળખ છે. નવસારીમાં પારસીઓનું 500 છે. સમગ્ર ભાર આતશ બહેરામ(પવિત્ર અગ્નિ) આવેલ છે. સમગ્ર ભારતભરનાં આતશ બહેરામોમાં નવસારીમા આવેલ આતશ બહેરામ મહત્વનું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાંથી પારસીઓ આ સ્થળની મુલાકાતે આવે છે.

નવસારી જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

નવસારી જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

વાવ - તળાવ - સરોવર

  • વડા તળાવ
  • દૂધિયા તળાવ
  • શરબતીયા તળાવ
  • વિરાવળ તળાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ઠિગવીર પેલેસ
  • અજમલ ગઢનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • યંઠની પડવાનો મેળો
  • ઉનાઈ માતાનો મેળો

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • દસ્તૂરજી મહેરજી રાણા પુસ્તકાલય
  • સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય
  • જે.બી. પીટીટ સાર્વજનિક પુસ્તકાલય

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી

નવસારી જિલ્લાના વિરલ વ્યક્તિઓ

નવસારી જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સ્વતંત્ર સેનાની ક્ષેત્રે, ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ગઝલકાર પનાઝ મસાણી(જન્મઃ નવસારી)
  • ઝીણાભાઈ રતનજી દેસાઈ (જન્મ : ચીખલી, ઉપનામઃ સ્નેહરશ્મિ)
  • નાટ્યવિદ બાળ ગણેશ ગડકરી

સંગીતકલા ક્ષેત્રે

  • જયકિશન પંચાલ (જન્મ : વાંસદા)

સામાજિક ક્ષેત્રે

  • રતનજી હાકમજી દાબુ
  • ઘેલુભાઈ નાયક (જન્મ : કોલાવા, ગણદેવી
  • ઉપનામ : ડાંગના ગાંધી, કર્મભૂમિ ડાંગ)

ઉદ્યોગ ક્ષેત્રે

  • સ્ટીલ ઉદ્યોગના પિતા-જમશેદજી ટાટા (જન્મઃ નવસારી) પતા-જમ

સ્વતંત્ર સેનાની ક્ષેત્રે

  • દાદાભાઈ નવરોજી (તેમનું મકાન દસ્તૂરવાડમાં આજે પણ મોજૂદ છે)
  • મેડમ ભીખાઈજી કામા

ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર ક્ષેત્રે

  • હોમાયજી વ્યારાવાલા (જન્મ : નવસારી)

નવસારી જિલ્લાના મહત્વના તાલુકાઓ