વલ્લભીપુર

તાલુકો

વલ્લભીપુર

જિલ્લો

ભાવનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

58

વસ્તી

80,192

ફોન કોડ

02841

પીન કોડ

364310

વલ્લભીપુર તાલુકાના ગામડા

આણંદપર, ભોજપરા, ભોરણિયા, છડા, ચમારડી, દરેડ, દાત્રેટીયા, દુદાધાર, ઘેલડી, હડમતિયા, હળીયાદ, ઇટાળીયા, જલાલપર, જાળીયા, જુના રામપર, જુના રતનપર, જુની રાજસ્થળી, કાળા તળાવ, કલ્યાણપર, કાનપર, કંથારીયા, ખેતા ટીંબી, લાખણકા, લિંબડા, લોલિયાણા, માલપરા, મેઘવદર, મેલાણા, મેવાસા, મોણપર, મોટી ઘરાઇ, મુળ ધરાઇ, નસિતપુર, નવા રામપર, નવાગામ નં ૧, નવાગામ નં ૨, નવાણીયા, પચ્છેગામ, પાલનપુર, પાણવી, પાટણા, પટી, પીપળ, પીપળી, પીપરીયા, રાજપરા, રાજપરા, રાજપીપળા, રંગપુર, રતનપુર, શાહપુર, તોતણીયાળા, ઉજળવાવ, વલ્લભીપુર, વાવડી, વેળાવદર, વિરડી, લુણધરા
Vallabhipur

વલ્લભીપુર તાલુકા વિશે માહિતી

ઘેલો નદીના કિનારે વસેલું વલભીનું જૂનું નામ ‘વળા’ હતું. હ્યુ-એન-ત્સાંગના પુસ્તક ‘સી-યુ-કી’માં વલભીને વિદ્યાનું ધામ તથા બૌદ્ધ ધર્મના અતિ સમૃદ્ધ શહેર તરીકે ઓળખાવ્યું છે. ચીની મુસાફર ઇત્સિંગના મત મુજબ પૂર્વમાં નાલંદા તથા પશ્ચિમમાં વલભી બે મોટી બૌદ્ધ વિદ્યાપીઠ હતી.

ગુજરાતમાં સાતમી સદી દરમિયાન વલભીનો સૌથી વધુ વિકાસ થયો હતો. તેના વિકાસમાં મૈત્રક શાસકોનો મહત્વનો ફાળો છે. એશિયામાં સૌથી મોટામાં મોટા કદની ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ વલભી તાલુકાના નવાગામ ખાતે આવેલી છે.

– વલભી તાલુકામાં રાંદલ અને બહુચરાજી માંની શક્તિપીઠો તથા મીનારાઓ આવેલા છે. અહીં માતાજીની સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી મૂર્તિઓ આવેલી છે.

વલભીપુરમાં ગાંડા બાવળમાંથી લાકડીઓનો કોલસો બનાવવામાં આવે છે.

વલ્લભીપુર તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

વલ્લભીપુર તાલુકામાં પ્રખ્યાત

  • 1