ચોર્યાસી

તાલુકો

ચોર્યાસી

જિલ્લો

સુરત

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

68

વસ્તી

86,225

ફોન કોડ

0261

પીન કોડ

394510

ચોર્યાસી તાલુકાના ગામડા

આભવા, ભાણોદરા, ભરથાણા કોસાડ, ભાઠા, ભાટિયા, ભાટલાઇ, ભાટપોર, ભેસાણ, ભીમપોર, ભીમરાડ, બોણાંદ, બુડીયા, છાપરાભાઠા, દખ્ખણવાડા, દામકા, દેલાડવા, દેવાઢ, ડુમસ, એકલેરા, ગાભેણી, ગાવિયર, ગોજા, હજીરા, ઇચ્છાપોર, જીઆવ, કછોલી, કનસાડ, કપલેથા, કરાડવા, કવાસ, ખજોદ, ખામભાસલા, ખરવાસા, કોસાડ, કુંભારીયા, લાજપોર, લીમલા, મગદલ્લા, મલગામા, મોહણી, મોરા, ઓખા, પાલી, પારડી કણદે, પરવત, પોપડા, રાજગરી, રુંઢ, સાબરગામ, સચીન, સામરોદ, સરસાણા, સણિયા હેમાદ, સણિયા કણદે, સારોલી, સોનારી, સુલતાનાબાદ, સુંવાલી, તલંગપોર, ટિમ્બરવા, ઉંબેર, ઉન, ઉત્રાણ, વકતાણા, વણકલા, વાંઝ, વાંસવા, વેડછા
Choryasi

ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ

ચોર્યાસી તાલુકાનું મુખ્ય મથક સુરત છે.

– ચોર્યાસી તાલુકામાં આવેલું ડુમસ દરિયા કિનારાના વિહાર ધામ તરીકે પ્રખ્યાત છે.

– રાજગીરી ગામે આવેલો ટોમ કોરીયેટનો મકબરો ચોર્યાસી તાલુકાનું જાણીતું ફરવાલાયક સ્થળ છે.

– ચોર્યાસી તાલુકામાં આવેલું હજીરા બંદર જહાજવાડા અને બંદરીય સગવડો માટે જાણીતા છે.

– લિકિક્વફાઈડ નેચરલ ગેસનું ટર્મિનલ (LNG) ચોર્યાસી તાલુકાના હજીરા બંદરે આવેલું છે.

– ક્રિષક ભારતી કો-ઓપરેટિવ. લિ. ક્રિભકો એશિયાનું સૌથી મોટામાં મોટું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. ઉપરાંત ESSAR કંપનીના લોખંડનું કારખાનું, L&T, રિલાયન્સ, ભારતનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્નનું કારખાનું જેવા મોટા પાયાના ઉદ્યોગો આવેલા છે.

સુરત ખાતે આવેલ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા હજીરા બંદર ઉપર વેપારી જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજો બનાવવામાં આવે છે.

– તાજેતરમાં 8 નવેમ્બર, 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર સુધી રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો અને નવનિર્મિત રો-રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવાથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફરી આ રો-પેકસ ફેરી દ્વારા ફકત 4 કલાકની થઈ જશે ઉપરાંત ઘોઘા-હજીરા વચ્ચેનું અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું થઈ જશે.

ચોર્યાસી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ચોર્યાસી

1