ઓલપાડ
Table of Contents
Toggleઓલપાડ તાલુકા વિશે
તાલુકો
ઓલપાડ
જિલ્લો
સુરત
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
104
વસ્તી
1,96,846
ફોન કોડ
02621
પીન કોડ
394540
ઓલપાડ તાલુકાના ગામડા
અછારણ, આડમોર, અંભેટા, અણધી, અણીટા, આરીયાણા, અસ્નાબાદ, અસનાડ, અટોદરા, બલકાસ, બરબોધન, ભડોલ, ભગવા, ભાંડુત, ભારુંદી, ભાટગામ, બોલાવ, દાંડી, દેલાડ, દેલાસા, દિહેણ, ગોલા, ગોથાણ, હઠીસા, ઇસનપોર, જાફરાબાદ, જિણોદ, જોથાણ, કાછબ, કાછોલ, કદરામા, કમરોલી, કનાડ, કાંભી, કંથરાજ, કણાસી, કપાસી, કરમલા, કારંજ, કારેલી, કસાડ, કાસલા ખુર્દ, કાસલા બુજરંગ, કઠોદરા, ખલીપોર, કીમ, કીમઆમલી, કોબા, કોસમ, કુડસદ, કુંભારી, કુંદીયાણા, કુંકણી, કુવાડ, લવાછા, મઢાર, મહમદપોર, માંદરોઇ, માસમા, મીંઢી, મિરજાપોર, મોર, મોરથાણ, મુલદ, નાઘોઇ, નરથાણ, નેશ, ઓભલા, ઓલપાડ, ઓરમા, પારડી ભદોલી, પારડી કોબા, પારડી ઝાંખરી, પરિઆ, પિંજરત, સાંધિયેર, સરસ, સારોલ, સારોલી, સરસાણા, સાયણ, સેગવા છમા, સેગવા સ્યાદલા, સેલુત, શેરડી, સિમલથુ, સીથાણ, સીથાણા, સીવાણ, સોંદલામીઠા, સોંદલાખારા, સોંસક, સ્યાદલા, ટકારમા, તલાદ, તેના, થોથબ, ઉમરા, ઉમરાછી, વડોદ, વડોલી, વસવારી, વેલુક, વિહારા

ઓલપાડ તાલુકા વિશે માહિતી
ઓલપાડ તાલુકાના કીમ નજીક કોઠવા હઝરત પીર મખદુમ શહીદ બાવન ગંજની પ્રખ્યાત દરગાહ આવેલી છે જ્યાં દર ગુરુવારે જુદા જુદા રાજ્યોના લોકો દર્શન ક૨વા આવે છે.
ઓલપાડ તાલુકાના સરસ ગામે સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર મયૂરધ્વજ રાજાના સમયમાં બંધાયું હોવાનું મનાય છે. આ મંદિરના પ્રાગંણમાં બાણગંગા નામનો કૂવો આવેલો છે જેની લોકવાયકા છે કે ભગવાન શ્રી રામે રાવણને હરાવીને લંકાથી પાછા ફરતી વખતે આ કૂવો ખોદાવ્યો હતો. આ મંદિર માટે કહેવાય છે કે મંદિરના શિવલિંગના તળે પાતાળગંગા વહે છે. જેથી આ શિવલિંગમાંથી નીકળતું પવિત્ર જળ ખૂબ જ મીઠું છે.