સુરત
Table of Contents
Toggleસુરત જિલ્લાના તાલુકા
સુરત સીટી, બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા
સુરત જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરત જિલ્લાની રચના કરવામાં આવી હતી
સુરત જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
સુરત
ક્ષેત્રફળ
7,657 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-05
સાક્ષરતા
85.53%
સ્ત્રી સાક્ષરતા
80.37%
પુરુષ સાક્ષરતા
89.56%
વસ્તી
60,81,322
સ્ત્રી વસ્તી
26,79,098
પુરુષ વસ્તી
34,02,244
વસ્તી ગીચતા
1337
જાતિ પ્રમાણ
787
નગરપાલિકા
4
ગામડાઓની સંખ્યા
725
ગ્રામ પંચાયત
547
લોકસભાની બેઠકો
2 – (બારડોલી, સુરત)
વિધાનસભાની બેઠકો
16 – (સુરત પૂર્વ, સુરત ઉત્તર, સુરત પશ્ચિમ, વરાછા રોડ, બારડોલી, કારંજ, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ)
સુરત જિલ્લાની સરહદ
- ઉત્તર – ભરૂચ,
નર્મદા - દક્ષિણ – નવસારી
- પૂર્વ – તાપી
- પશ્ચિમ – અરબ સાગર

સુરત જિલ્લાનો ઇતિહાસ
- ‘સૂર્યપુત્રી’ તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભા૨તનું પહેલા દરજ્જાનું સમૃદ્ધ શહેર હતું. સુરત, ભારતના પશ્ચિમકાંઠાનું અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર હતું જેના પર વહાણોમાં ‘ચોરાશી બંદરોના વાવટા’ ફરકતાં હતાં. તેના રુઆબ અને રોનક પરદેશી પ્રવાસીઓએ પણ મુકતકંઠે વખાણ્યા છે. સુરત સ્વપ્નશીલો અને સહેલાણીઓનું, સુધારકો અને સંસ્કૃતિ પ્રેમીઓનું નગર છે. સુરત સૂર્યપૂર, સોનાની મૂરત, સિલ્ક સિટી, ડાયમંડ સીટી, ટેક્ષટાઈલ સિટી તરીકે પણ ઓળખાય છે.
- સુરતનું પ્રાચીન નામ ‘સૂર્યપુર’ છે. અશોકના સૌરાષ્ટ્રના શિલાલેખ અને મુંબઈ (સોપારા)ના શિલાલેખમાં સૂર્યપૂરને લાટ પ્રદેશનું મુખ્ય નગર કહેવામાં આવ્યું છે.
- હ્યુ-એન-ત્સાંગે સુરત શહેરને ‘સોર્યતા’ તરીકે ઓળખાવ્યું છે.
- મુઘલકાળમાં સુરત એક આંત૨ રાષ્ટ્રીય વેપારી બંદર હતું.
- સુરત મુઘલ, પોર્ટુગીઝો અને અંગ્રેજો માટે મુખ્ય બંદર તરીકે વિકસ્યું હતું. જ્યાં વિદેશના વેપારીઓ વેપાર કરવા આવતા હતા.
- મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ કરવા જતા યાત્રીઓ માટે સુરત બંદરનો વિકાસ કર્યો હતો માટે સુરતને ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખવામાં આવે છે.
- સુરતને ઈતિહાસકાળમાં ‘બાબુલના મક્કા’ કે ‘મક્કાબારી’ તરીકે ઓળખવામાં આવતું હતું.
- સૌપ્રથમ ઈ.સ. 1608માં કેપ્ટન હોકીન્સ હેકટર નામના જહાજમાં વેપાર માટેની પરવાનગી લેવા જહાંગીરના દરબારમાં આવ્યો હતો. જેણે પોતાનું જહાજ સુવાલી દરિયાકિનારે લાંગર્યું હતું.
- ઈ.સ. 1613માં અંગ્રેજોએ ભારતમાં સૌ પ્રથમ વેપારી કોઠી સુરત ખાતે સ્થાપી હતી. ઈગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ ઈ.સ. 1615માં સર ટોમસ રો બાદશાહ જહાંગીર પાસે વેપારનો ૫૨વાનો માંગવા સુરત ખાતે આવ્યા. ઈ.સ. 1613માં સુરતની કોઠીની સ્થાપના બાદ 1615 થી 1618 સમયગાળા દરમિયાન ખંભાત, ભરૂચ, વડોદરા, અને અમદાવાદ ખાતે તેની શાખાઓ ખોલવામાં આવી હતી.
- વાલંદાઓએ ડચ ગાર્ડનની સામે પોતાની કોઠી વર્ષ 1606માં સ્થાપી હતી. ફ્રેન્ચોએ પણ વર્ષ 1668માં વેપાર શરૂ કર્યો હતો.
- ઈ.સ. 1644માં મુઘલ બાદશાહ શાહજહાંના સમયગાળા દરમિયાન હકીકત ખાન (ઈસાક બેગ યઝદી)એ મુઘલસરાઈનું નિર્માણ કરાવ્યું હતું. હાલમાં આ જગ્યાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી આવેલી છે.
- શિવાજી મહારાજના સમયમાં સુરત શહેર ‘નાણાવટ’ તરીકે ઓળખાતું હતું. તેમણે ચોથ ઉઘ૨ાવવાના બહાને સુરતને ઈ.સ. 1664માં અને ઈ.સ. 1670માં એમ બે વખત લૂંટ્યું હતું. માણેકજી વાડિયા દ્વારા સુરતના એક સમયના જહાજવાડામાં ઐતિહાસિક જહાજો બંધાવ્યા હતા.
- ઔરંગઝેબના સમયમાં સુરતમાં વણિક ‘વીરજી વોરા’ અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ‘ભીમજી પારેખ’ નામના બે નગરશેઠ થઈ ગયા. જેમાંથી ભીમજી પારેખે ઈ.સ. 1674-75માં મુંબઈમાં ભારતના સૌપ્રથમ છાપખાનાની સ્થાપના કરી હતી. જેમાં પ્રથમ પુસ્તક તરીકે ભગવદ્ ગીતા છપાઈ હતી. આ ઉપરાંત સુરતના બીજા નગર શેઠ જૈન વણિક વીરજી વોરાએ પહેલીવાર ભારત અને ગુજરાતમાં શ્રીમંત વર્ગમાં પીણાં ત૨ીકે ચા અને કોફી પ્રચલિત કર્યા હોવાનું કહેવાય છે.
- તે સમયે ધાર્મિક રૂઢિચુસ્તતા કટ્ટર હતી અને તેને લોકો તિરસ્કારની નજરે જોતાં હતાં. ઈ.સ. 1669માં ઔરંગઝેબના સમયમાં વટાળવૃત્તિ અને કટ્ટરપંથી સામે અહિંસક સત્યાગ્રહ થયો હતો જેનું નેતૃત્વ સુરતના ભીમજી પારેખે લીધું હતું અને ઔરંગઝેબે નમતું જોખ્યું હતું.
- ઔરંગઝેબના સમયમાં તેમની બહેન જહાંઆરાને સુરતની જાગીર આપવામાં આવી હતી. તેઓ જ્યાં રહેતા હતા તે આજે ‘બેગમપુરા’ અને ‘બેગમવાડી’ તરીકે ઓળખાય છે.
- સુરતમાં મુઘલસરાઈમાં આવેલું ચિંતામણી જૈન દેરાસર ઈ.સ. 1699માં મુઘલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન બંધાયુ હોવાનું કહેવાય છે.
- મુઘલ સત્તા દરમિયાન સુરત ફરતે દીવાલ બનાવવામાં આવી હતી જેને ‘શહેર-એ-પનાહ’ નામ આપવામાં આવ્યું હતું. આ દીવાલને આજેપણ સ્થાનિક લોકો ‘નાના કોટ’થી ઓળખે છે. પરંતુ સમય જતા શહેરનું વિસ્તરણ થવા લાગ્યું અને શહેર-એ-પનાહની બહાર વસવાટ શરૂ થયો. આ સમય દરમિયાન શહેરની સુરક્ષાનો પ્રશ્ન રહેતો જેથી ફરી વખત કોટનું નિર્માણ કરવામાં આવ્યું જેને ‘આલમ-પનાહ’ નામ આપવામાં આવ્યું. સ્થાનિક લોકો આ કોટને ‘મોટા કોટ’ તરીકે ઓળખે છે.
- મધ્યકાળમાં મહાકવિ પ્રેમાનંદે તેમની પ્રખ્યાત કૃતિ ‘મામેરું’ સુરત ખાતે ગાયું હતું.
- સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાગ ‘ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ’એ પ્રગટ કર્યુ હતું.
- કવિ નર્મદનું જૂનું ઘર ગોપીપુરાના આમલીરાન પાસે આવેલું છે.
- ઈ.સ.1907 માં સૌપ્રથમ વખત સુરતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 23મું અધિવેશન ભરાયું હતું. જેના અધ્યક્ષ રાસબિહારી ઘોષ હતા. આ અધિવેશન વખતે કોંગ્રેસના ભાગલા પડયા હતા.
- ઈ.સ. 1938 માં બારડોલી તાલુકાના હરિપુરા ખાતે કોંગ્રેસનું 51મું અધિવેશન ભરાયું હતું. જેના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા.
- ઈ.સ. 1956માં બૃહદ મુંબઈ રાજ્યની રચના સમયે સુરત મુંબઈનો ભાગ બન્યું હતું. ઈ.સ. 1960 માં બૃહદ મુંબઈ માંથી ગુજરાત અને મુંબઈ એમ બે રાજ્યોની રચના થતા ગુજરાત રાજ્યમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો.
સુરત જિલ્લાની ભૌગોલિક માહિતી
- જિલ્લાનું મુખ્ય મથક સુરત છે.
- 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરત જિલ્લાની રચના કરવામાં આવી હતી.
સુરતમાં આવેલી નદીઓ
- તાપી નદી
- કીમ નદી
- મીઢોળા નદી
- પૂર્ણા નદી
સુરત નદી કિનારે વસેલા શહેરો
- તાપી નદીના કિનારે સુરત
- કીમ નદીના કિનારે ઓલપાડ
- પૂર્ણા નદીના કિનારે મહુવા
સુરત પ્રદેશોની ઓળખ
- સુરત જિલ્લામાં તાપી નદીની ઉત્તરે મહીથી ઢાઢરના મુખપ્રદેશના કિનારે આશરે 30 મીટર ઊંચી કાંપથી રચાયેલી કરાડ સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
- માંગરોળ નામનો તાલુકો સુરત અને જૂનાગઢ બંને જિલ્લામાં આવેલ છે. માંડવી નામનો તાલુકો સુરત અને કચ્છ બંને જિલ્લામાં આવેલ છે. મહુવા નામનો તાલુકો સુરત અને ભાવનગર બંને જિલ્લામાં આવેલ છે.
સુરત જાતિ પ્રમાણ
- સૌથી ઓછું લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં છે. (સૌથી વધુ તાપી 1007)
- સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં છે. (સૌથી વધુ ડાંગ)
- સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં છે. (સૌથી વધુ ડાંગ)
- સૌથી ઓછું ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં છે. (સૌથી વધુ ડાંગ)
- ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા સુરત જિલ્લામાં છે. (સૌથી ઓછો દાહોદ)
- સૌથી વધુ મહિલા સાક્ષરતા સુરત જિલ્લામાં છે. (સૌથી ઓછો દાહોદ)
- સૌથી વધુ વસતી વૃદ્ધિ દર સુરત જિલ્લામાં છે. (સૌથી ઓછો નવસારી)
- બૌદ્ધ સંપ્રદાયની સૌથી વધુ વસતી સુરત જિલ્લામાં છે. (સૌથી ઓછી ડાંગ)
- સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વસતીગીચતા સુરતમાં છે.
સુરત જિલ્લાની આર્થિક માહિતી
સુરત જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈ મથક, રેલવે સ્ટેશન.
પાક
- ગુજરાતમાં સૌથી વધુ જુવાર અને શેરડીનું ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે
- આ ઉપરાંત ઘઉં, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ, કેરી, કેળાં વગેરે પાક થાય છે.
ખનીજ
- ઓલપાડ, હજીરા અને માંગરોળ નજીક ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા છે.
- ફાયર કલે, જિપ્સમ, ચિનાઈ માટી વગેરે ખનીજો મળે છે.
ઉદ્યોગો
- સુરત હીરાઉદ્યોગ, કાપડઉદ્યોગ અને જરીઉદ્યોગ માટે જાણીતું છે.
- હેન્ડલૂમ્સ, પાવરલૂમ્સ, રૈયોન ઉદ્યોગ, કૃત્રિમ રેસાયુકત કાપડ તથા જરી કાપડના ઉદ્યોગમાં સુરત જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.
- વિશ્વના ત્રીજાભાગના હીરાનું કટિંગ અને પોલીશ કરવાનું કામ સુરતમાં થાય છે.
- સુરતમાં એશિયાનું સૌથી મોટું માનવસર્જિત યાર્નનું માર્કેટ આવેલું છે.
- ઉધનામાં રેયોન ઉદ્યોગ અને સિલ્ક કાપડ ઉદ્યોગ વિકસ્યો છે.
- તણછાંઈમાં રેશમી કાપડનો ઉપયોગ થાય છે જેના પર સિંહ, હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. સુરતના જરીકામને વર્ષ 2010-11માં GI ટેગ આપવામાં આવ્યો હતો. તણછાંઈ, આરી ભરત, જરીકામ અને જરદોશીકામ સુરત જિલ્લાની આગવી વિશેષતા છે.
- ગુજરાતમાં રેશમી સાડીઓમાં વિશેષ જરી (સોના અને ચાંદીના તાર)નો ઉપયોગ કરવામાં આવે છે. જેને ‘કિનખાબ’ ત૨ીકે ઓળખવામાં આવે છે. જેમાં જાંબુડિયા અને લાલ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લીલા રંગ દ્વારા ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરેને ચિત્રિત કરવામાં આવે છે. કિનખાબ માટે સુરત ઉપરાંત અમદાવાદ, જામનગર જાણીતા કેન્દ્રો છે.
- મશરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાઉ દોરાથી વણેલાં રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે. કટારિયો, કમખી, કંકણી, સોદાગરી, અરબી મશરૂની મુખ્ય ડિઝાઈન છે. મશરૂનું મુખ્ય કેન્દ્ર સુરત ઉપરાંત ભૂજ છે.
- સુરત જિલ્લામાં મીઠું પકવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.
- વોટર હીટર બનાવવાના ઉદ્યોગમાં સુરત જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.
ડેરી ઉદ્યોગ
- ચોર્યાસી ડેરી
- સુમુલ ડેરી
બંદરો
- હજીરા બંદર
- મગદલ્લા બંદર
- ડુમસ બંદર
સિંચાઈ યોજના
- કાકરાપાર યોજના
- મધર ઈન્ડિયા ડેમ
વિદ્યુત મથક
- કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ)
- ઉત્રાણ પાવર સ્ટેશન
સંશોધન કેન્દ્ર
- સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ
- જુવાર સંશોધન કેન્દ્ર
- ઘઉ સંશોધન કેન્દ્ર
- સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ
- મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- આ જિલ્લામાંથી 53 અને 48 (જૂનો નં. NH-8) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
હવાઈ મથક
- સુરત હવાઈ મથક
રેલવે સ્ટેશન
- સુરત રેલવે સ્ટેશન
- ઉધના રેલવે સ્ટેશન
- સચીન રેલવે સ્ટેશન
- ઉત્રાણ રેલવે સ્ટેશન
- ગુજરાતનું એક માત્ર સુરત રેલવે સ્ટેશન જે પ્રથમ માળ પર આવેલું છે.
સુરત જિલ્લાની વિકાસગાથા
- સુરતમાં વર્ષ 1826માં સૌપ્રથમ ગુજરાતી શાળા શરૂ થઈ હતી.
- વર્ષ 1834માં ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી.
- ઈ.સ. 1850માં સુરત લિટર ૨ી સોસાયટીની સ્થાપના થઈ અને એન્ડ્રુઝ નામના નિવૃત ન્યાયાધીશના નામથી ઈ.સ. 1850માં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી.
- વર્ષ 1852માં ગોપીપુરામાં શહેરની પ્રથમ કન્યાશાળા રાયચંદ દીપચંદ સ્કૂલ ફોર ગર્લ્સની સ્થાપના કરવામાં આવી.
- અંગ્રેજ અધિકારી હોપ દ્વારા ઈ.સ. 1877 માં હોપ બ્રિજનું નિર્માણ થયું હતું. જે ગુજરાતનો સૌથી જૂનો પુલ છે. તો પુલ છે.
- વર્ષ 2007માં જાહેર જનતા માટે સિટી સિટી બસ (SITILINK) સેવાનો આરંભ કરવામાં આવ્યો.
સુરત જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
સુરત જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, ખાણી પીણી, વાવ, તળાવ, સરોવર, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, નર્મદ સાહિત્ય સભા, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
ઐતિહાસિક ધરોહર
- સુરતનો કિલ્લો
- ગોપી તળાવ
પવિત્ર સ્થાન
- અશ્વનીકુમાર ઘાટમાં અક્ષય વડ (ત્રણ પાનનું વડ)
- ખ્વાજા દાના સાહેબનો રોઝા
- અંગ્રેજોનું પ્રાચીન કબ્રસ્તાન
- ખ્વાજા સફર સુલેમાનની કબ૨
- પ્રાચીન ડચ અને આર્મેનિયમ કબર
- સ્મશાનગૃહ
ખાણી પીણી
- ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’
- ચટાકેદાર ખાણીપીણી માટે સુરત જાણીતું છે. ખાજા, સાલમપાક, ઘારી, બરફી કરતાં અધિક ફરસાણનો શોખ, તેથી સુરતી જમણે તેના વૈવિઘ્ય અને સ્વાદથી તેને એવી ખ્યાતિ આપી છે કે, ‘સુરતનું જમણ’ એવી કહેવત બંધાઈ ગઈ છે.
- શિયાળાની ઋતુમાં નદી કિનારે ઊભી કરવામાં આવતી પોકનગરી એ સુરતનું આગવું આકર્ષણ છે.
- સુરત જઈ ખમણ, ઊંધિયું, ઘારી, પોક, રતાળું-પૂરી અને ભૂસું ખાવું એ પણ એક લ્હાવો છે.
- સુરતીઓના સહેલાણી અને શોખીન સ્વભાવે એમને ‘સુરતીલાલા સહેલાણી’નું બિરુદ અપાવ્યું છે.
વાવ - તળાવ - સરોવર
- ગોપીતળાવ
- ગવિયર તળાવ
- દેવઘાટ ધોધ
મેળા - ઉત્સવો
- સુરત વિશે કહેવાય છે કે ‘આઠ વાર અને નવ તહેવાર’
- સુરત શહેરમાં મકરસંક્રાંતિના આગલા દિવસને ‘ખાટુંવડું‘ તથા પતંગને ‘કનકવો’ ઉપરાંત ઢેચી, લેપડી, ફુટી કે ફુગ્ગી પણ કહેતા.
- આદાપીરનો મેળો
- કોઠવાનો મેળો
- મિયાબાવાનો મેળો
- ગોળઘોડીનો મેળો
લોકનૃત્ય
- હાલી નૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ)
- સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમ
ગ્રંથાલયો - ગ્રંથભંડાર
- ચુનીલાલ ગાંધી વિદ્યાભવન
- જૈન આનંદ પુસ્તકાલય
- લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી
- એન્ડ્રુઝ લાઈબ્રેરી
- નર્મદ લાઈબ્રેરી
- એન્ડ્રુઝ લાઇબ્રેરી
નર્મદ સાહિત્ય સભા
- આ સંસ્થાની સ્થાપના ઈ.સ.1923માં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ નામથી કરવામાં આવી હતી. ઈ.સ. 1939માં આ સંસ્થાનું નામ ‘નર્મદ સાહિત્ય સભા’ તરીકે રાખવામાં આવ્યું.
- આ સંસ્થા ઈતિહાસ, નિબંધ, નાટક, કવિતા જેવા મહોત્સવો અને સમારોહ જેવા કાર્યક્રમો યોજીને ગુજરાતી સાહિત્ય અને કલાને ઉત્તેજન આપે છે.
- ઈ.સ. 1940થી આ સંસ્થા દર 5 વર્ષે નર્મદ સુર્વણ ચંદ્રક એવોર્ડ આપે છે, જેના પ્રથમ વિજેતા જ્યોતીન્દ્ર દવે હતા.
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
- યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ(AURO)
- સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)
- વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટી
સુરત જિલ્લાના વિરલ વ્યક્તિઓ
સુરત જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રંગભૂમિ ક્ષેત્રે, પત્રકાર ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- કવિ નર્મદ (નર્મદાશંકર લાભશંકર દવે, જન્મઃ આમલીરાન વિસ્તાર,)
- નંદશંકર તુળજાશંકર મહેતા (જન્મઃ સુરત)
- ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા (જન્મ: વઢવાણ, વતન-સુરત)
- ચંદ્રવદન ચીમનલાલ મહેતા(જન્મ: સુરત)
- રણજિતરામ વાવાભાઈ મહેતા(જન્મ: સુરત)
- નવલરામ લક્ષ્મીરામ પંડયા(જન્મ: સુરત)
- ભગવતીકુમાર હરગોવિંદભાઈ શર્મા
- મહિપતરામ રૂપરામ નીલકંઠ
- ઈચ્છરામ સૂર્યરામ દેસાઈ
- અબ્બાસ અલી વાસી ‘મરિઝ’
- અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા ‘ગની દહીવાલા’
- નગીનદાસ મારફતિયા
- પ્રાણલાલ ડોસા (ગુજરાતનો ઈતિહાસ પુસ્તકના રચયિતા)
- ગુણવંત શાહ
- આસીમ રાંદેરી
- હિમાંશી શેલત
- જ્યોતિન્દ્ર દવે
- દવે, પ્રેમચંદ રાયચંદ
સંગીતકલા ક્ષેત્રે
બળવંત ભટ્ટ
સામાજિક ક્ષેત્રે
- કરયાપક અંબુભાઈ પુરાણી
- ઈસ દુર્ગારામ મહેતા
- મહાદેવભાઈ દેસાઈ
- વ્યાયામ પ્રવૃત્તિના
રંગભૂમિ ક્ષેત્રે
- યઝદી કરંજિયા
- અભિનય ક્ષેત્રે સંજીવકુમાર (મૂળ નામઃ હરિભાઈ જરીવાલા)
- કૃષ્ણકાંત ભૂખણવાલા
પત્રકાર ક્ષેત્રે
- ફરદુનજી મર્ઝબાન
- ભીમજી પારેખ
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
વિજ્ઞાન ક્ષેત્રે
- ત્રિભુવનદાસ ગજજર