અમરેલી
Table of Contents
Toggleઅમરેલી જિલ્લાના તાલુકા
અમરેલી, ધારી, બાબરા, બગસરા, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા
અમરેલી જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમરેલી જિલ્લાની રચના કરવામાં આવી હતી
અમરેલી જિલ્લા વિશે
તાલુકા
11
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
અમરેલી
ક્ષેત્રફળ
7,397 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-14
સાક્ષરતા
74.25%
સ્ત્રી સાક્ષરતા
66.09%
પુરુષ સાક્ષરતા
82.21%
વસ્તી
15,14,190
સ્ત્રી વસ્તી
7,41,141
પુરુષ વસ્તી
7,71,049
વસ્તી ગીચતા
205
જાતિ પ્રમાણ
964
નગરપાલિકા
9
ગામડાઓની સંખ્યા
619
ગ્રામ પંચાયત
598
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
5 – (ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા)
અમરેલી જિલ્લાની સરહદ
- ઉત્તર – બોટાદ,
રાજકોટ - દક્ષિણ – અરબ સાગર
- પૂર્વ – ભાવનગર
- પશ્ચિમ – જૂનાગઢ,
ગીર સોમનાથ

અમરેલી જિલ્લાનો ઇતિહાસ
- અમરેલીનું પૌરાણિક સંસ્કૃત નામ ‘અમરાવલી’ જે રાજા અમરવલ્લીના નામ પરથી ‘અમરવલ્લી’ તરીકે જાણીતું હતું. જેનો ઉલ્લેખ નાગનાથ મંદિરના શિલાલેખમાં અમરવલ્લી અને ગીર્વાણવલી તરીકે થયેલો છે. આ નાગનાથ મહાદેવ મંદિરની સ્થાપના ઈ.સ.1802માં સયાજીરાવ ગાયકવાડના સમયમાં ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવ દેવાજી દ્વારા થઈ હતી.
- નાગનાથ મંદિરના લેખ ઉપરથી મળતી માહિતી મુજબ અમરેલીના રાજાનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
- ગાયકવાડી શાસન દરમિયાન સૂબા વિઠ્ઠલરાવ દેવાજી આ ગામને ખંડણી ઉઘરાવવા માટે રામજી વિરડિયાને સોપ્યું અને તેમણે આ ગામનું તોરણ બાંધીને વસાવ્યું ગામ હોવાનો ઉલ્લેખ મળે છે.
- પશ્ચિમ ભારતમાં ‘વિક્રમ સંવત’નો સૌપ્રથમ વાર ઉપયોગ અમરેલીમાં થયો હોવાનું માનવામાં આવે છે.
- દામોદરજી રાવે ઈ.સ. 1730થી અમરેલી પર કબજો કર્યો અને તે સમયથી અમરેલી ગાયકવાડી થાણું બન્યું. ઈ.સ. 1820 સુધી ગાયકવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહ્યું હતું.
- અમરેલી જિલ્લો ગાયકવાડ શાસન દરમિયાન ઈ.સ. 1949 સુધી વડોદરા હેઠળ બૃહદ મુંબઈનો ભાગ હતો. ઈ.સ. 1956માં રાજ્યોની પુનઃરચના થતા .તે જિલ્લો બૃહદ મુંબઈનો ભાગ બન્યો.
- નવેમ્બર 1956માં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતને બૃહદ મુંબઈ સાથે જોડવામાં આવ્યું અને દ્વિભાષી મુંબઈ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મહાગુજરાત જનતા પરિષદ દ્વારા દ્વિભાષી મુંબઈ રાજ્યનો વિરોધ કરતા મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો બનાવાયાં. દ્વિભાષી મુંબઈમાં સમાવેશ કરવામાં આવેલ અમરેલી જિલ્લાના કેટલાક પ્રદેશોમાં ફેરફાર કરીને ઈ.સ. 1959માં અમરેલી જિલ્લાની પુનઃરચના કરવામાં આવી. આમ, 1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના થતા અમરેલી એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. તેનું મુખ્યમથક અમરેલી છે.
અમરેલી જિલ્લાની ભૌગોલિક માહિતી
- અમરેલીમાં ગીરની ટેકરીઓ આવેલી છે.
- જેનું સૌથી ઊંચુ શિખર સરકલા છે.
- ઉપરાંત, મોરધારના ડુંગરો આવેલા છે. જેનું ઊચું શિખર લોંચ છે.
- મોરધારના ડુંગરોને નાની ગીર તરીકે ઓળખવામાં આવે છે.
- ઉપરાંત અહીં રાયપુરની ટેકરીઓ અને ગીરની ઢુંઢી ટેકરીઓ આવેલી છે કે જ્યાંથી શેત્રુંજી નદી નીકળે છે.
અમરેલીમાં આવેલી નદીઓ
- ધાતરવડી નદી
- સરજનવાડી નદી
- ઠેબી નદી
- કાળુભાર નદી
- શેત્રુંજી નદી
- માલણ નદી
- વદી નદી
- શેલ નદી
- થેલો નદી
- સાતલી નદી
- નાવલી નદી
- ઝોલાપુર નદી
અમરેલીમાં આવેલા બેટ
- શિયાળ બેટ
- સવાઈ બેટ
- ભેંસલો બેટ
અમરેલી નદી કિનારે વસેલા શહેરો
- ઠેબી નદીના કિનારે અમરેલી
- શેત્રુંજી નદીના કિનારે ધારી
- ઝોલાપુર નદીના કિનારે પીપાવાવ
- ધાતરવડી નદીના કિનારે ખાંભા
- નાવલી નદીના કિનારે સાવરકુંડલા
- સાતલી નદીના કિનારે બગસરા
અમરેલીમાં આવેલા અભયારણ્ય
- પાણીયા પ્રાકૃતિક અભયારણ્ય
- મિતિયાળા પ્રાકૃતિક અભયારણ્ય
- ગીર અભયારણ્ય
અમરેલી જિલ્લાની આર્થિક માહિતી
અમરેલી જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં મગફળી, મકાઈ, કઠોળ, જુવાર, તલ, શેરડી, બાજરી, કપાસ અને ઘઉંની ખેતી થાય છે.
ખનીજ
- કેલ્સાઈટ, બોકસાઈટ, જિપ્સમ અને ચૂનાના પથ્થરો મળી આવે છે.
ઉદ્યોગો
- મત્સ્ય-ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે. જાફરાબાદ તથા રાજુલામાં અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું આવેલું છે.
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બાજોઠ (ચાર નાના પાયાનો લાકડાનો ચોરસ પાટલો), વજનકાંટા, વજનિયા, ત્રાજવા, તગારાં, પાવડા, ત્રિકમ જેવાં લોખંડ અને પતરાંના સાધનો બનાવવાના ઉદ્યોગો વિકસ્યાં છે.
- આ ઉપરાંત, જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળી તેલ અને ખાંડની મિલો આવેલી છે.
ડેરી ઉદ્યોગ
- અમર ડેરી
- ચલાલા ડેરી
બંદરો
- જાફરાબાદ બંદર
- પીપાવાવ બંદર
- ધારા બંદર
- ચાંચ બંદર
સિંચાઈ યોજના
- ઠેબી ડેમ
- ધાતરવડી ડેમ
- ખોડિયાર ડેમ
- રાયડી ડેમ
- મુંજીયાસર ડેમ
- હાથસણી ડેમ
- કામનાથ ડેમ
સંશોધન કેન્દ્ર
- ઘાસચારા (ગ્રાસલેન્ડ) સંશોધન કેન્દ્ર
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 51 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
રેલવે સ્ટેશન
- અમરેલી રેલવે સ્ટેશન
- કુકાવાવ રેલવે સ્ટેશન
- લીલીયા રેલવે સ્ટેશન
- રાજુલા રેલવે સ્ટેશન
- ધારી રેલવે સ્ટેશન
અમરેલી જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
અમરેલી જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, સંગ્રહાલયો.
ઐતિહાસિક ધરોહર
- ગોહિલવાડનો ટીંબો
પવિત્ર સ્થાન
- લાઠી તાલુકાના ભૂરખિયા ગામે હનુમાનજીનું 400 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર સુદ પુનમના દિવસે ભાતીગળ મેળો ભરાય છે.
- જાફરાબાદના પારેખ નારણભાઈ આણંદજીના પત્ની કસ્તુરબાઈએ સંવત 1878માં પાંડરશિંગા ખાતે પ્રાચીન એવું શ્રી વિશ્વંભરનાથજીનું દેવાલય (કાશી વિશ્વનાથજીનું મંદિર) બંધાવેલ છે. જેના ભીંતચિત્રોમાં રામચંદ્રના વિવાહ, રામ-રાવણનું યુદ્ધ, સમુદ્રમંથન, નૃસિંહ અવતાર વગેરે જોવા મળે છે. જે પાંડરશિંગાના ચિત્રો તરીકે પ્રસિદ્ધ છે.
વાવ - તળાવ - સરોવર
- ગોપી તળાવ
- બ્રહ્મકુંડ
- હરિકૃષ્ણ સરોવર
- દુધાળા
- થાન વાવ
- શિયાળબેટ
- પંચકુંડ (પાંડવકુંડ)
- શાહગૌરા વાવ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- કલાપી તીર્થ
- રાજમહેલ
મેળા - ઉત્સવો
- ઉર્સનો મેળો
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય
અમરેલી જિલ્લાના વિરલ વ્યક્તિઓ
અમરેલી જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, લોકગાયિકા ક્ષેત્રે, પ્રજ્ઞાયક્ષુ સમાજસેવિકા ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે, અધ્યાત્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે.
સાહિત્ય ક્ષેત્રે
- સુરસિંહજી તખ્તસિંહજી (જન્મ : લાઠી, ઉપનામ : કલાપી)
- મણિશંકર રત્નજી ભટ્ટ ( જન્મઃ ચાવંડ, ઉપનામ : કાન્ત)
- રતિલાલ બોરીસાગર (જન્મ : સાવરકુંડલા)
- વિનોદ જોશી (જન્મ : ભોરિંગડા)
- રમેશ પારેખ (જન્મ : અમરેલી)
- ગીજુભાઈ બધેકા (જન્મ : અમરેલી, ઉપનામ : બાળકોની મુછાળી મા)
- દરબાર પુંજાવાળા (જન્મ : સાંણથળી ગામ, અમરેલી)
- દુલાભાયા કાગ ‘કાગબાપુ’ (જન્મ : સોડવદરી, તા. મહુવા, કર્મભૂમિ : મજાદર, રાજુલા)
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (જન્મ : ચોટીલા, કર્મભૂમિ : બગસરા)
- ભોજા ભગત (જન્મ : ફતેહપુર)
- કે.લાલ (કાંતિલાલ વોરા, જન્મ : બગસરા)
- ભાનુપ્રસાદ પંડયા (જન્મ : અમરેલી)
- જીવરામ જોષી (ગરણીગામ, અમરેલી)
- મનહર ત્રિવેદી
- મૂળશંકર મૂલાણી
લોકગાયિકા ક્ષેત્રે
- દિવાળીબેન ભીલ (જન્મ : ધારી)
પ્રજ્ઞાયક્ષુ સમાજસેવિકા ક્ષેત્રે
- મુકતાબેન ડાગળી (જન્મ : નાના અંકેલીયા, અમરેલી)
ચિત્રકલા ક્ષેત્રે
- ચંદુભાઈ ત્રિવેદી (જન્મઃ લીલીયા)
અધ્યાત્મિક ક્ષેત્રે
- સંત યોગીજી મહારાજ (જન્મ : ધારી)
- સંત મૂળદાસ (જન્મ : અમરેલી)
- રમેશભાઈ ઓઝા (જન્મ : દેવકા, અમરેલી)
સામાજિક ક્ષેત્રે
- રતુભાઈ અદાણી (જન્મસ્થળ : લીલીયા)
- જીવરાજ મહેતા (જન્મ : અમરેલી)