ધારી

તાલુકો

ધારી

જિલ્લો

અમરેલી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

78

વસ્તી

30,352

ફોન કોડ

02797

પીન કોડ

365640

ધારી તાલુકાના ગામડા

અમૃતપુર, આંબરડી, ઇંગોરાળા, કથીરવદર, કમી, કરમદડી, કરેણ, કાથરોટા, કુબડા, કેરાળા, કોટડા, કોઠા પીપરીયા, કાંગસા, ખંભાળીયા, ખીચા, ખીસરી, ગઢીયા, ગઢીયા ચાવંડ, ગરમલી, ગરમલી નાની, ગરમલી મોટી, ગીગાસણ, ગોપાલગ્રામ, ગોવીંદપુર, ચલાલા, ચાંચઇ, છતડીયા, જળજીવડી, જીરા, જૂના ચરખા, ઝર, ડાભાળી, ડાંગાવદર, ઢોલરવા, તરસીંગડા, ત્રંબકપુર, દહીડા, દલખાણીયા, દેવળા, દુધાળા, દિતલા, ધારગણી, ધારી, નવા ચરખા, નાગધ્રા, પાણીયા ડુંગરી, પરબડી, પાણીયા દેવસ્થાન, પાતળા, પાદરગઢ, ફતેગઢ, ફાચરીયા, બોરડી, ભરડ, ભાડેર, ભાયાવદર, માટનમાળ, માણાવાવ, માધુપુર, માલસીકા, મીઠાપુર ડુંગરી, મીઠાપુર નક્કી, મોણવેલ, મોરઝર, રાજસ્થળી, રામપુર, રાવણી, લાખાપાદર, વાઘવડી, વાવડી, વીરપુર, સુખપુર, શીવડ, શેમરડી, સમઢીયાળા નાના, સરસીયા, હીરાવા, હુડલી
Dhari

ધારી તાલુકા વિશે માહિતી

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસંતશ્રી યોગીજી મહારાજની જન્મભૂમિ. તેમનો જન્મ ઈ.સ.1892માં (વિક્રમ સંવત 1948 વૈશાખ વદ બારસે) થયો હતો. યોગીજી મહારાજનું પૂર્વાશ્રમનું નામ ઝીણાભગત ઠક્કર હતું.

– શેત્રુંજી નદી પર ગળધરા ખોડિયાર માતાજીના મંદિર પાસે ખોડિયાર ડેમ આવેલો છે.

– ધારી તાલુકાના દલખાણીયા ગામમાં પદ્મશ્રી વિજેતા અને ‘ગુજરાતની કોયલ’ તરીકે જાણીતા લોકગાયિકા દિવાળીબેન ભીલનો જન્મ આદિવાસી પરિવારમાં થયો હતો. દિવાળીબેન ભીલનું આખું નામ ‘દિવાળીબેન પુંજાભાઈ લાઠિયા’ હતું. તેમણે સૌપ્રથમ આકાશવાણી પરથી ‘ફૂલે ઉતાર્યા ફૂલવાડી રે લોલ’ ગીત ગાયું હતું. તેમને ઈ.સ.1990માં પદ્મશ્રી એવોર્ડ મળેલ હતો. દિવાળીબેને સૌ પ્રથમ ગીત ઈ.સ. 1971માં જેસલ-તોરલ ફિલ્મમાં ‘પાપ તારો પ્રકાશ જાડેજા’ ગાયું હતું.

દિવાળીબેન

– ધારી તાલુકામાં આપા દાના નામના સંત ચલાલા ખાતે થઈ ગયા જેમણે દુષ્કાળ દરમિયાન ચલાલામાં સદાવ્રત ચલાવ્યું હતું.

– ગીર સિંહ અભયારણ્ય અંતર્ગત આંબરડી ગામ પાસે સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે.

આંબરડી સફારી પાર્ક, તા.ધારી, જિ.અમરેલી AMBARDI SAFARI PARK, TA. DHARI, DIST. AMRELI

આંબરડી સફારી પાર્ક

– મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ષ 2017માં અમરેલી જિલ્લામાં ધારી તાલુકામાં આંબરડી ખાતે વન્ય પ્રાણીઓ ગીર સિંહ અભયારણ્ય અંતર્ગત ‘સફારી પાર્ક’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ધારી તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ધારી તાલુકામાં પ્રખ્યાત

  • 1